________________
૯૦
આત્મબોધ
સ્વર્ગે ગયો ને મોક્ષે જશે. શાસ્ત્રમાં સત્સંગ અને કુસંગની અસર ઉપર કરયુગલનું સુન્દર ઉદાહરણ આવે છે. તે આ પ્રમાણે છે.
એક સુન્દર નગર હતું. તેનો રાજા પ્રમાણિક ને નીતિમાન હતો. રાજયનું શાસન સુન્દર રીતે ચલાવતો હતો. તે એકદા વનવિહાર કરવા પોતાના પરિવાર સાથે વનમાં ગયો. ત્યાં વનમાં એક ભિલોની પલ્લી હતી. ભિલ્લો એટલે જગંલમાં વસનારા, જંગલી પશુઓનો શિકાર કરીને જીવન ગુજારનારા, પશુઓની સાથે જીવનનો તાળો મેળવનારા, રસ્તે જતા મુસાફરોને લૂંટવા એમાં એનું જીવન કર્તવ્ય સમાતું. તેઓ પક્ષીઓને પાળતા. તેમાં મુખ્ય પોપટને પાળતા. પોપટ આમ શુકનવંતું પ્રાણી છે. તેની ભાષા તો સ્વભાવે મીઠી, મધુર ને કર્ણપ્રિય હોય છે, પણ આ તો સંગ તેવો રંગ. પલ્લિના ભિલોએ એક સુન્દર પોપટને પાળ્યો હતો. ભિલ્લોના નિત્ય પરિચયે તેના અવાજમાં કઠોરતા ને કર્ણકટુતા આવી ગઈ હતી. ભિલ્લો કોઈ વટેમાર્ગુને જોતા ને તરત જ કર્કશ સ્વરે બોલતા “એલા ! કોણ છે ! ઊભો રહે ! જે હોય તે મૂકી દે ! પછી વાત કર.” આવાં આવાં વાક્યોના નિત્યશ્રવણથી પોપટ પણ એવું જ બોલતાં શીખી ગયો. ભિલ્લો એટલે અસંસ્કારની મૂર્તિ, સંસ્કારનું નામનિશાન તેમના જીવનમાં ગોત્યું જડે નહીં. આવો બેસો કેમ છો ! એવા શબ્દો તો તેમના શબ્દકોષમાં જ ન મળે. શિકાર કરવો, મુસાફરોને લૂંટવા, પ્રાણીઓને રંજાડવા ને માંસ કાચાં ને કાચાં પશુપંખીનાં ખાઈ જવાં એ એમનું જીવન. આવા ભિલોનો નિત્ય સહવાસ બિચારા પોપટને સારું ક્યાંથી શીખવાડે. દુસંગ પ્રાણીના મૂળ સ્વભાવને પણ પલટી નાંખે છે, તેની અસર ખૂબ જલ્દી થાય છે. સારી સોબત ને સારા ગુણો જીવનમાં ખૂબ કષ્ટ આવે છે. તેથી જ સારા