SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રસનેન્દ્રિયનિરોધ પાંચસો શિષ્યો છે. દેશ-પરદેશ ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા વિચરે છે. સંતપુરુષો મેઘ જેવા હોય છે. કેવળ પરોપકાર એ જ એમનું વ્રત હોય છે, અન્નપ્રાન્ત આહાર કરવાને કારણે તેઓના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. અનુક્રમે તેઓ વિચરતા વિચરતા શૈલકનગરમાં આવે છે. પુત્રને ખબર પડી, એટલે તે સુંદર સ્વાગતપૂર્વક સૂરિમહારાજને નગરપ્રવેશ કરાવે છે. તે સૂરિમહારાજને ઔષધોપચાર કરાવે છે. ઔષધોપચારથી શરીર તો નીરોગી થયું પણ પછી અશક્તિ ઘણી રહેવા લાગી, તે કારણે રાજા તરફથી સુંદર અશન, પાન વગેરની ભક્તિ થવા માંડી. આવા સ્નિગ્ધ પદાર્થો નિત્ય મળતા હોવાથી સૂરિજી તેમાં આસક્ત થયા, ને તે જ કારણે તેઓના પાંચસોએ પાંચસો શિષ્યો તેઓશ્રીને છોડીને બીજે વિહાર કરી ગયા. શિષ્યોને એમ થયું કે જ્યાં ગુરુ પોતે જ રસગારવમાં ચકચૂર છે ત્યાં આપણી આરાધના સુંદર ક્યાંથી થાય ? તે વિચારે જુદા વિહાર કરી ગયા, કેવળ એક અનન્યભાવે ગુરુમહારાજને સમર્પિત એકનિષ્ઠ એવા પંથક નામના શિષ્ય જ તેઓની આવી અવસ્થામાં પણ સેવા-શુશ્રુષા કરવા રહી ગયા, સૂરિજી તો રસની લાલસામાં એવા ખૂંપી ગયા કે માદક પદાર્થો પણ વિના સંકોચે લેવા માંડ્યા, પછી આરાધના ઊભી જ શેની રહે ? ૩૫ એક દિવસ કાર્તિકપૂર્ણિમાને દિવસે પ્રતિક્રમણ કરતા શિષ્ય પંથક પૂજ્ય ગુરુમહારાજને ચૌમાસી ખામણાં ખમાવે છે. સૂરિજી સવારના સૂતેલા છે. પોતાના ચરણે શિષ્યનું મસ્તક સ્પર્શે છે. ગુરુ એકદમ બોલી ઊઠ્યા, “આ કોણ મને જગાડે છે ?” ત્યારે પંથક બોલે છે કે “ગુરુદેવ ! આજે ચાતુર્માસ પૂર્ણ થયું હોવાથી ખામણાં કરવા માટે આપને જગાડ્યા છે. ધિક્કાર છે મને કે મેં
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy