________________
વિરતિરતિ
૧૦૫ વાત કરી. માતાપિતાએ કહ્યું: “યૌવનમાં તો ભોગો ભોગવો, પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજો.” પણ સાગરદત્તની દૃઢતા જાણીને માતાપિતાએ અનુમતિ આપી.
સાગરદત્તે સાગરાચાર્ય મહારાજ પાસે પ્રવ્રજ્યાને ગ્રહણ કરી. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને ગ્રહણ કરી સાગરદત્ત શ્રતના પારગામી થયા. ચૌદપૂર્વધર થયા. ખૂબ તપસ્યા કરતાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે વિહાર કરતા આ સાગરદત્ત મહર્ષિ વીતશોકા નગરીમાં પધાર્યા. માસક્ષમણને પારણે સાગરદત્તમુનિ કામસમૃદ્ધ નામના સાર્થવાહને ત્યાં લાભ આપવા પધાર્યા. સાર્થવાહે તપસ્વી મુનિને વહોરાવ્યું. સુપાત્રદાનના પ્રભાવે આકાશમાંથી વસુધારા થઈ. શિવકુમારે આ સાંભળ્યું ને તેને ઘણું આશ્ચર્ય થયું. તે તો તે મુનિ પાસે પહોંચી ગયો. મુનિરાજને વંદન કરી તેમની પાસે કમલની પાસે રાજહંસ બેસે તેમ બેસી ગયો. સાગરદત્ત મુનિએ ધર્મદશના સંભળાવી. સંસારની અસારતા પણ સમજાવી. દેશના સાંભળીને શિવકુમારના સ્ફટિક-નિર્મળ મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે સાગરદત્તમુનિને પૂછયું, કે- “આપને જોઈને મને હર્ષ ને સ્નેહ કેમ થાય છે, તેમાં શું શું કારણ છે?”
મુનિએ અવધિજ્ઞાનથી જોયું અને કહ્યું કે- “પૂર્વભવમાં તું મારો નાના ભાઈ હતો. તારી અનિચ્છાએ પણ મેં તને પરલોક સુધરે એ બુદ્ધિએ દીક્ષા અપાવી હતી. ત્યાંથી આપણ બંને દેવલોકમાં દેવ થયા હતા. ત્યાં પણ આપણ બંનેને પરસ્પર પ્રીતિ હતી. આ ભવમાં તું પદ્મરથ રાજાનો પુત્ર શિવ થયો ને હું વજદત્ત ચક્રીનો પુત્ર સાગરદત્ત થયો. એટલે પૂર્વભવના સંબંધને કારણે તને સ્નેહ અને હર્ષ થાય છે. શિવે કહ્યું કે પૂર્વભવમાં મારી અનિચ્છાએ પણ આપે પ્રવ્રજ્યા અપાવી હતી તો આ ભવમાં પણ મને લોકયહિતકારી દીક્ષા આપો, હું મારાં