SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબોધ દિષ્ટાન્ત ત્રીજું (પાસાનું) દેવી ધૂતકલાથી જીતી શ્રીમંતોને વારંવાર, જે ચાણાક્ય ચંદ્રગુપ્ત નૃપનો ભરપૂર ભર્યો ભંડાર; માની લે કે તે મ7ી તે વણિક જનોથી પણ જિતાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૪ દૃષ્ટાન્ત ચોથું (રાજસભાનું) એક હજાર ને આઠ સ્થંભથી શાલા સ્તબ્બે સ્તબ્બે હાંસ, અષ્ટોત્તર શત હાર્યા વિણ તે સર્વ જીતવા નૃપની પાસ; એ ઘટનાથી જીતી જનકને રાજપુત્ર પણ રાજા થાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૫ દષ્ટાંત પાંચમું (રત્નનું) દૂર દેશવાસી વણિકોને શ્રેષ્ઠિસુતોએ આપ્યાં રત્ન, પિતૃવચનથી પશ્ચાત્તાપે તે જ રત્ન મેળવવા યત્ન; કરતા કોઈ દિન સર્વ રત્નથી જનક હૃદય પણ સંતોષાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૬ દૃષ્ટાંત છઠું (સ્વપ્નનું) પૂર્ણ શશીને દેખી સ્વપ્રમાં રાજપુત્રને રંક વિશેષ, વિવેકનિકલ લહે રંક ક્ષીરને નૃપસુત પામ્યો રાજ્ય વિશેષ; એ જ મઠે સૂતા સ્વપ્રામાં તેને પૂણેન્દુ ય જણાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૭ દષ્ટાંત સાતમું (રાધાવેધનું). રાધાના મુખ નીચે ચક્રો સવળા અવળા ફરતા ચાર, તૈલકટાહીમાં પ્રતિબિમ્બિત નિરખતો ઊભો રાજકુમાર;
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy