SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આત્મબોધ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ ચરમ-છેલ્લો શ્લોક દો આ ગ્રન્થનો. તેમા કર્તાએ ઉપસંહારની સાથે પોતાના પૂજ પ્રવર આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પરમોપકારી સંસારી અવસ્થાના પિતા ને સંયમ અવસ્થાના ગુરુ પૂજય પંન્યાસ શ્રી પુણ્યવિજયજી મહારાજનું પણ નામ સાંકળ્યું છે ને છેવટે પોતાનું નામ પણ ગૂંથી લીધું છે. આ શ્લોકે આ ગ્રન્થ પૂર્ણ થાય છે. વારંવાર આ ગ્રન્થના વાચન મનન ને ચિંતનથી ઘણો જ લાભ થશે. તેથી દરેક શાશ્વત સુખાભિલાષી આત્માએ તેનુંરસાયનનું વાચન-પાન-નિરન્તર કરવું ને મોક્ષસુખ મેળવવા વડભાગી બનવું. | | તિ શ્રી આત્મબોધ | પ્ર.શ.તિ. (વિશદાર્થ લેખકની) જેથી સમસ્ત ભવરોગ વિલીન થાય, આત્મા વિશુદ્ધ થઈ સ્વસ્થ રહે સદાય; એ આત્મબોધક રસાયન ભવ્ય કાજે, ઘૂંટ્યું ભિષગવર ધુરન્ધર સૂરિરાજે. ૧. તે પૂજયવર્ય તણી લેશ કૃપા બળે મેં, અત્યલ્પ બુદ્ધિ શુભ ભાજનમાં ભર્યું છે; તેમાં યદિ કલુષ કસ્તર મેં જણાય, તે ગાળી પાન કરજો ગદ જેમ જાય. ૨.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy