Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૦ આત્મબોધ વિશદાર્થ : સમુદ્રને પાર કરવા માટે નૌકાનો સહારો લેવો પડે છે. અને નૌકાના સહારાથી ઈષ્ટ સ્થળે પહોંચાય છે. પણ વહાણમાં ભાર વધી જાય, નૌકા ભારે થઈ જાય તો અધવચ્ચે ડુબાડે, તેમ આત્મા પરિગ્રહના ભારથી ભારે હોય તો ભવસમુદ્રનો પાર પામી શકે નહિ. પરિગ્રહ-મમતા એ તો ભાર છે. મમતા જ પરિગ્રહ છે, વસ્તુ નહિ. પણ નાની વસ્તુ ઉપરની જે મમતા છે તે જ પરિગ્રહ. મૂચ્છથી જીવને ઘણી જ હાનિ થાય છે. જરૂરિયાત કરતાં વધુ વસ્તુ રાખવી અને તેની ઉપરની મૂચ્છ, મમત્વ તે જીવને મારે છે. જે વસ્તુ-પદાર્થ આપણો નથી અને આપણો માન્યો તે મમત્વ. વસ્તુ આપણી નથી એટલે આપણી પાસે રહેશે તો નહિ જ. કાં તો આપણે તેને મૂકીને ચાલ્યા જશું અથવા તે આપણને મૂકીને ચાલી જશે. તે બંને પ્રસંગે દુ:ખ થવાનું. તે દુઃખ કોણે કરાવ્યું? મમતાએ જ ને ! અને તે વસ્તુ ઉપર આપણે મમત્વબુદ્ધિ ન રાખી હોત તો દુઃખ થાત ? ન જ થાત. શાસ્ત્રકારોએ તો નરકનાં ચાર કારણોમાં મહાપરિગ્રહને પણ એક કારણ કહ્યું છે. મહારંભ, મહાપરિગ્રહ, માંસભક્ષણ ને પંચેન્દ્રિય જીવનો વધ. આ ચાર કારણે જીવ નરકમાં જાય. જીવને સંસારના આધિ-વ્યાધિ ને ઉપાધિના તાપથી મુક્ત થવું હોય, સંસારસાગરને પાર કરી શિવનગરમાં જવું હોય તો સર્વ પ્રથમ પરિગ્રહ-મમતાનો ત્યાગ કરવો જ પડશે. પરિગ્રહ એટલે ધનનો સંગ્રહ એમ નહિં પણ તેના નવ પ્રકાર છે. ૧. ધનલક્ષ્મી, પૈસા વગેરે, ૨. ધાન્ય-અનાજ ખાદ્યસામગ્રી, ૩. ક્ષેત્રખેતર, જમીન વગેરે, ૪. વાસ્તુ-ઘર, દુકાન વગેરે, ૫. રૂધ્યચાંદી વગેરે, ૬. સુવર્ણ-સોનું વગેરે, ૭. કુષ્ય-સોના ચાંદી

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162