________________
૧૩૬
આત્મબોધ
ભાઈનો તેની ઉપર સ્નેહ કેવો છે તે સંબંધની વાતો કરવા લાગી. તે જ સમયે શંખરાજા ત્યાં આવ્યો ને રાણીને સ્નેહભરી વાતો કરતી સાંભળી. રાજાના મનમાં શંકાએ સ્થાન લીધું. ભાઈએ મોકલાવેલી બેબી રાજાને ખબર નથી એટલે અદ્ધર અદ્ધર વાત સાંભળી રાજા શંકા કુશંકા કરવા લાગ્યો. કળાવતીના ચારિત્ર ઉપર તેને શંકા ગઈ. વહેમ ગયો. રાતે ને રાતે ચંડાળોને બોલાવ્યા ને કહ્યું કે, “કળાવતીને જંગલમાં દૂર ને દૂર બંને કાંડાં કાપીને મૂકી આવો. આવો શંખરાજાનો હુકમ થતાવેત ચંડાળો કળાવતીને વનમાં દૂર સુદૂર લઈ ગયા. કાંડાં કાપીને ત્યાં જ નિર્જન વનમાં તજી દીધી. પૂર્વના કર્મે કેવી જબરી આપત્તિઓ આવે છે. આવા સમયે વૈર્ય ને ક્ષમાની કસોટી થાય છે. કળાવતીએ ત્યાં પુત્રને જન્મ આપ્યો. પોતાના અવયવો પખાળવા તે નદીએ ગઈ. નદીમાં પૂર આવ્યું. ચારેબાજુથી આપત્તિ ઉભરાવા લાગી. એટલે કળાવતીએ નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યું. નદીની પાસે જઈને બોલી કે, “જો મેં ત્રિકરણશુદ્ધ શિયળ પાળ્યું હોય તો નદીનું પૂર શમી જાવ ને મારાં કાંડાં પાછાં મળો.” તત્કાળ શાસનદેવીએ નદીનું પૂર શમાવી દીધું અને કલાવતીને હાથે નવાં કાંડાં આપ્યાં. એટલામાં ત્યાં એક તાપસ આવ્યા અને કળાવતીને પુત્ર સાથે પોતાના આશ્રમમાં લઈ ગયા.
ચાંડાળોએ આવીને કાંડાં રાજાને આપ્યાં. તેમાં કડાં પણ હતાં જ. તેના ઉપરનું નામ વાંચતાં રાજાના મનમાં કાંઈનું કાંઈ થવા માંડ્યું. તે સૂનમૂન થઈ ગયો. ભાન પણ જતું રહ્યું. મૂચ્છ આવી ગઈ. શીતોપચારથી સ્વસ્થ થયો. રાજાએ દત્તને બોલાવ્યો ને કડાં બતાવ્યાં. દત્તે કહ્યું કે આ તો કળાવતીના ભાઈ જયસેને