Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૪ આત્મબોધ બધું થઈ જશે.” રાજાએ કૌતુકપૂર્ણ વાત સાંભળીને ભગવતી ભારતીદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું. એકાગ્ર મનની આરાધનાથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ. રાજાને પૂછ્યું: “તારે શું ઈષ્ટ જોઈએ છે ?' રાજાએ કહ્યું કે, “કલાવતીના ચાર પ્રશ્નોના ઉત્તર શા છે ? સરસ્વતીદેવીએ કહ્યું: “સ્વયંવરમંડપમાં એક પૂતળી છે. તેની ઉપર હાથ મૂકજે એટલે તે તને પૂછેલા પ્રશ્નોના જવાબ કહેશે.” એમ કહીને દેવી અન્તર્ધાન થયાં. | સ્વયંવરનો મુકરર થયેલો દિવસ નજીક આવ્યો. રાજા તો બરાબર ચૈત્ર શુદિ અગ્યારસને દિવસે દેવશાલા નગરીમાં પહોંચ્યો. રાજા વિજયસેને શંખરાજાનું સ્વાગત ને સત્કાર કર્યો સ્વયંવરમાં દેશ-વિદેશથી ઘણા રાજા ને રાજપુત્રો આવ્યા હતા. રાજપુત્રી કલાવતી સભામાં આવી તે પહેલાં જ સભામંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો. નિશ્ચિત સમયે અનેક સખીઓથી પરિવરેલી કલાવતી સભામંડપમાં આવી. તેની મુખ્ય સખી પ્રિયંવદાએ રાજપુત્રીના ચાર પ્રશ્નો સભાને સંભળાવ્યા. તે આ પ્રમાણે ૧. દેવ કોણ છે ?, ૨. ગુરુ કોણ છે ?, ૩. તત્ત્વ શું છે ?, ૪. સત્ત્વ શું છે ? જે આ ચારે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપશે તેને કલાવતી વરમાળા પહેરાવશે. દરેક જુદા જુદા ઉત્તરો આપવા લાગ્યા. સૌ સૌની બુદ્ધિ પ્રમાણે સર્વેએ કહ્યું, પણ કલાવતીને એ કોઈ ઉત્તર રુચ્યો નહિ. શંખરાજાએ મંડપની પૂતળી ઉપર હાથ મૂક્યો ને પૂતળી બોલી.

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162