________________
બ્રહ્મચર્યવ્રત
૧૩૩ અંગારા પણ શિયલના પ્રતાપે શીતલ થઈ ગયા. શિયલનો પ્રભાવ વર્ણવવા બેસીએ તો પાર ન આવે એટલો છે. તેના પ્રભાવે લાભ થયાનાં દષ્ટાંતો પણ અગણિત છે. તેમાં સતી કલાવતીની વાત ખૂબ જ રોચક અને ભાવવર્ધક છે. ત્રિકરણશુદ્ધ શિયલના પ્રભાવે તેને કપાયેલાં કાંડાં પુનઃ મળ્યાં તે વાત આ પ્રમાણે છે.
મંગળા નામના દેશમાં શંખપુર નામનું નગર હતું. ત્યાં શંખ નામના રાજા રાજય કરતા હતા. તેના રાજ્યમાં સુખસમૃદ્ધિનો કોઈ પાર નહોતો. તેના રાજ્યમાં ગજ નામના અતિ ધનવાનું એક શેઠ રહેતા હતા. તેઓને રાજય ને રાજા સાથે સારો સંબંધ હતો. તેને દત્ત નામે પુત્ર હતો. તે દેશ-પરદેશ વ્યાપારાર્થે જતો. એકદા ઘણા દેશો ફરીને તે આવ્યો અને રાજાને મળવા ગયો. રાજા સભા ભરીને બેઠા હતા. દત્તે રાજા પાસે જઈ ભટણું ધર્યું. ક્ષેમકુશળ પૂછડ્યા. રાજાએ પૂછ્યું. પરદેશમાં તે કાંઈ નવીન કે અભુત જોયું ? દત્તે વાત કરતાં પહેલાં રાજાની સામે એક ચિત્ર ધર્યું. રાજા તો તે ચિત્ર જોઈને છક થઈ ગયો. તેને એકીટશે જોવા લાગ્યો. પછી પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે ?” દત્તે માંડીને વાત કહી, દેવશાલા નામની નગરી છે. ત્યાં વિજયસેન નામે રાજા છે, તેને શ્રીમતી નામે રાણી છે, તેને સાક્ષાત દેવાંગના જેવી કળાવતી નામે પુત્રી છે. તેનું આ ચિત્ર છે. રાજા તેનાં વિવાહની ચિંતા કરે છે. પુત્રીએ રાજાને કહ્યું કે, “મારા ચાર પ્રશ્નોનો સંતોષકારક જવાબ જે આપશે તે મારા સ્વામી થશે.” રાજપુત્રી કલાવતીનો સ્વયંવરદિન ચૈત્ર શુદિ અગ્યારસનો છે. તે પ્રસંગે આપ ત્યાં પધારો. પ્રશ્નના ઉત્તર માટે સરસ્વતીદેવીની આરાધના કરવાથી