________________
બ્રહ્મચર્યવ્રત
૧૩૫
वीतरागः परो देवो, महाव्रतधरो गुरुः ।। तत्त्वं जीवदया ज्ञेया, सत्त्वमिन्द्रियनिग्रहः ॥
૧. વીતરાગ અરિહંત દેવ છે. ૨. મહાવ્રત ધારણ કરનાર ગુરુ છે. ૩. જીવ આદિ તત્ત્વ છે. ૪. ઈન્દ્રિય ઉપર કાબૂ મેળવવો એ સત્ત્વ છે.
આ ઉત્તરોથી રાજકન્યા કળાવતીને સંતોષ થયો. તેણે પ્રસન્નમને રાજા શંખના કંઠમાં વરમાળા આરોપી. ખૂબ ઠાઠથી લગ્નમહોત્સવ થયો. રાજા વિજયસેને બંનેને શંખનગરી તરફ પ્રયાણ કરાવ્યું. શંખરાજા ને કલાવતીના દિવસો ખૂબ સુખમાં પસાર થાય છે. બંનેના જીવનમાં પૂર્ણ પ્રેમ છે, ઉત્સાહ ને ચેતના છે. એકદા રાત્રિને વિષે કલાવતીએ સ્વપમાં અમૃત ભરેલા કળશને જોયો. તેને ખૂબ આનંદ થયો. સવારે શંખરાજાને સ્વમ જણાવ્યું. રાજાએ કહ્યું કે, સુન્દર પુત્રનો લાભ થશે. અનુક્રમે કલાવતી રાણીને ગર્ભ રહ્યો. તે ગર્ભનું પાલન સારી રીતે કરવા લાગી.
આમ ને આમ સારી રીતે આઠ માસ વીત્યા. પ્રથમ પ્રસૂતિ પિતાને ઘરે કરવાના લૌકિક વ્યવહાર પ્રમાણે રાજા વિજયસેને કળાવતીને બોલાવી લાવવા માટે યોગ્ય માણસને મોકલ્યો અને તેની સાથે કળાવતી રાણીના ભાઈ જયસેને બહેન ઉપરના ઉત્તમ સ્નેહના પ્રતીકરૂપ સુવર્ણનાં બે કંકણ ને સુન્દર વસ્ત્રો ભેટ મોકલ્યાં. વિજયસેનના માણસે શંખરાજાને વાત કહી, પણ રાજા શંખે ત્યાં મોકલવાની ના પાડી. માણસ કંકણ ને વસ્ત્રો કળાવતીને ભેટ આપી પાછો ફર્યો. કળાવતીએ ભાઈએ મોકલાવેલાં કંકણ પહેર્યા. અને સાંજરે સખીઓ સાથે પોતાના