Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 146
________________ બ્રહ્મચર્યવ્રત ૧૩૭ કળાવતીને ભેટ મોકલ્યાં છે. રાજાને ઘણો પસ્તાવો થયો. તે તો પ્રાણનો અંત લાવવા તૈયાર થયો. ચંદનની ચિતા તૈયાર કરવા આદેશ આપ્યો. બુદ્ધિમાન મંત્રીએ ઘણું સમજાવ્યું. ગજશેઠે પણ કહ્યું. દત્તને તપાસ કરવા મોકલીએ. દત્ત તપાસ કરવા ગયો ચારે બાજુ તપાસ કરતાં તાપસના આશ્રમમાંથી કળાવતીની ભાળ મળી. દત્ત રાણી અને પુત્રને સારી રીતે નગરમાં લઈ આવ્યો. રાજાએ વગર વિચારે દુ:ખ દેવા બદલ રાણીની માફી માંગી. પુત્રનો જન્મોત્સવ ખૂબ ઉલ્લાસ ને ઉત્સાહથી ઉજવ્યો. પુત્રનું નામ પુષ્પકળશ રાખ્યું. પુત્ર દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજા, રાણીને પુત્ર ત્રણેના દિવસો ખૂબ આનંદ પ્રમોદમાં પસાર થવા લાગ્યા. . એકદા શંખપુર નગરમાં અમિતતેજ મુનિરાજ પધાર્યા. તેઓ ખૂબ જ્ઞાની હતા. રાજા શંખને સમાચાર મળ્યા. સપરિવાર રાજા શંખ ઉઘાનમાં જ્ઞાની મુનિને વંદન કરવા ગયા. મુનિની સંવેગભાવ ઝરતી દેશના સાંભળી. દેશના સાંભળ્યા બાદ મુનિવરને પૂછ્યું કે ક્યા કર્મના ઉદયે મેં રાણીનાં કાંડાં કપાવ્યાં અને તેનાં કપાયાં. જ્ઞાની મુનિરાજે કહ્યું કે પૂર્વે મહાવિદેહમાં મહેન્દ્રપુર નામનું નગર હતું. તેનો રાજા નરવિક્રમ હતો. તેને લીલાવતી નામની રાણી હતી ને તે બંનેને સુલોચના નામની પ્રિયપાત્ર પુત્રી હતી. તે યોગ્ય વયની થઈ ત્યારે પરદેશી સાર્થવાહે આવી રાજા નરવિક્રમને સુન્દર પોપટ ભેટ આપ્યો. પોપટે મીઠું મીઠું બોલીને બધાનાં મન જીતી લીધાં. રાજાએ તે પોપટ સુલોચનાને આપ્યો. તે સોનાના પાંજરામાં રાખી તેને સાચવવા લાગી. એકદા પોપટને લઈને સુલોચના ઉપવનમાં ગઈ. ત્યાં શ્રી સીમંધર સ્વામીના મંદિરમાં

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162