________________
૧૩૨
આત્મબોધ
વિશદાર્થ:
વિશ્વમાં તેજસ્વી પદાર્થ ત્રણ છે. શીલ, શ્રી અને સત્તા. એ ત્રણે પદાથોમાં પણ વધુ દીપ્તિમંત, તેજસ્વી શીલ, બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય વ્રતના પાલનથી આંતરિક સંપત્તિની સાથે સાથે બાહ્ય પ્રભાવ પણ વધે છે. લક્ષ્મીથી પ્રાણીની બાહ્ય સુખસગવડ-મોભો વધે છે. પણ તેનો સદ્વ્યય ન થાય, સદુપયોગ ન થાય, તો આંતરિક ગેરલાભ થાય. સત્તા પણ તેની બહેન છે. સત્તા આવતાની સાથે માનવ અદ્ધર ચાલતો થઈ જાય છે. તેમાં તેનું આત્મભાન ન રહે તો મહાહાનિ થાય છે. જયારે શીલબ્રહ્મચર્ય વ્રતમાં સત્તા કે શ્રી-લક્ષ્મી જેવો કાંઈ પણ અનર્થ નથી. એકાંત લાભનો વ્યાપાર છે. તેનો પ્રભાવ-મહિમા અનિર્વચનીય છે. અશક્યમાં અશક્ય વસ્તુ શક્ય કરનાર આ બ્રહ્મચર્યવ્રત છે. તેના આશ્રયથી-પાલનથી શુભ-શુદ્ધ વિચારો અને સાત્ત્વિક ભાવનાની સાથે બળવત્તા પણ મળે છે. શિયલ પાલન કરનાર મનુષ્ય ગુણવાન હશે. તેનામાં વ્યસનો સ્થાન લઈ નહિ શકે. તે સ્થિર ને દેઢ આશયવાળો હશે. તેનું સંકલ્પબળ મજબૂત અને સાબૂત હશે.
એવા અનેક ગુણો શિયલના પાલનથી પ્રગટ થાય છે, અને પરલોકમાં તો ઘણા જ સારા સ્થાને તે જીવ પહોચે છે. તેનું સાંનિધ્ય દેવો પણ કરે છે ને વિક્ત તો કદીયે ડોકિયું પણ કરતું નથી. કદાચ પૂર્વના અશુભ કર્મના ઉદયે દુઃખ આવે તો પણ તે ખૂબ હળવું થઈ જાય છે. શૂળીનું સોયે પતે છે.
| વિપત્તિનાં ઘનઘોર વાદળોને શિયલસમીર એક જ ઝપાટામાં વીખેરી નાંખે છે. સતીશિરોમણિ સીતાજીને ધગધગતા