________________
અચૌર્યવ્રત
૧૨૭
એકદા ગુણધર ધન કમાવા માટે મોટા સાર્થની સાથે દેશાન્તર ગયો. ત્યાં રસ્તામાં પોતાનો અશ્વ અશિક્ષિત ને વેગવાળો હોવાથી પોતે સાર્થથી વિખૂટો પડી ગયો. જંગલમાં એકાકી તે જતો હતો તેવામાં રસ્તા ઉપર એક મણિખચિત બહુમૂલ્ય હાર જોયો, પણ પોતે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે તેણે તે હારને તૃણતુલ્ય સમજીને ન લીધો અને અશ્વ આગળ ચલાવ્યો. થોડું આગળ ગયો ત્યાં ઘોડાની ખરીથી જમીનમાં ખાડો પડી ગયો ને ત્યાં સોનામહોરથી ભરેલો એક ઘડો જોયો. આજુબાજુ સાવ નિર્જન પ્રદેશ હતો, ક્યાંયે માનવનો પદરવ પણ સંભળાતો નહોતો. આવા સંયોગોમાં આવું અઢળક ધન તેને મળતું હતું પણ તે વ્રતપાલનમાં દૃઢ ને નિશ્ચળ રહ્યો. તેને પણ માટીનું ઢેફુ ગણીને આગળ વધ્યો.
બપોર થયા હતા. ઘોડાને સવારથી ચાલવાના કારણે ખૂબ થાક લાગ્યો હતો. તે અચાનક મૂર્છા ખાઈને જમીન ઉપર પડ્યો સાર્થવાહે વિચાર કર્યો કે અહીં જંગલમાં મારા ઘોડાને કોઈ સારો કરે તો તેને હું મારું સઘળું આપું. તેવામાં ગુણધરને ખૂબ તરસ લાગી. તે ચારે બાજુ જોવા લાગ્યો. પાણી શોધવા લાગ્યો. ત્યાં એક વૃક્ષને એક પાંજરું બાંધેલું હતું, ત્યાં ગયો તેમાં એક પોપટ હતો. તેની બાજુમાં પાણીથી ભરેલાં માટલાં પડ્યાં હતાં.
પોપટે કહ્યું કે આ માટલામાંથી તું પાણી પી. તેના સ્વામીને હું કહીશ નહિં. સાર્થવાહે કહ્યું કે, ‘હે પોપટ ! વધુ તૃષાને કારણે કદાચ પ્રાણ ચાલ્યા જાય તો પણ હું અદત્ત-નહિં આપેલું ગ્રહણ નહિં કરું.' પોપટે જોયું કે આ તો લીધેલા વ્રતને પાળવામાં અચળ અને અડગ છે. તેથી તે પ્રસન્ન બન્યો ને એકાએક પોતાનું સ્વરૂપ