Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 132
________________ સત્યવ્રત ૧૨૩ પાપી સંકલ્પ પણ તુરત ફળે છે તો પાપનું આચરણ ફળે તેમાં શું નવાઈ. આચાર્ય મહારાજ શ્રી કાલકસૂરિજી મહારાજ વિશુદ્ધ ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. સત્યનો જયજયકાર બોલાવ્યો. ખરેખર શાસ્ત્રમાં કહ્યું છે કે – सच्चं जसस्स मूलं सच्चं विसासकारणं परमं । सच्चं सग्गद्दारं सच्वं सिद्धिइ सोपानं ॥ સત્ય એ કીર્તિનું મૂળ કારણ છે. સત્ય વચનથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. સત્ય એ સ્વર્ગનું દ્વાર છે ને યાવત્ સત્ય સિદ્ધિમહેલનું સોપાન છે. માટે સત્યના આગ્રહી બનવું. અસત્ય બોલનારને કદી પણ ઉત્તમ લાભ મળતો નથી. એક શેઠનો પુત્ર બધાં દૂષણોથી ઘેરાઈ ગયો હતો. એકદા તે તેના મિત્રો સાથે એક જ્ઞાની મુનિ પાસે જઈ ચડ્યો. મુનિરાજે તેને યોગ્ય ઉપદેશ આપ્યો. જાણે પોતાને તે ઉપદેશ બરાબર લાગી ગયો હોય તેમ તેણે મુનિરાજ પાસે બધાં વ્યસનો નહિ સેવવા વગેરે બાધાઓ લીધી. ફક્ત વિનંતિ કરીને કહ્યું કે- “હું એક અસત્ય નહિ બોલવાની બાધા લઈ શક્તો નથી.” મુનિરાજે બાધા આપી ને તે નીચે ઊતર્યો. ભાઈ તો હતા એવા ને એવા. ફરી જયારે મુનિરાજ પાસે તે ગયો ત્યારે તેને પૂજ્યશ્રીએ કહ્યું કે- “તે બાધાઓ લીધી હતી તે કેમ પાળી નહિં?” તે છોકરાએ કહ્યું કે “મેં બાધાઓ લીધી જ નથી.” મુનિએ કહ્યું કે- “જૂઠું બોલે છે.” ત્યારે તેણે કહ્યું કે- “મારે અસત્ય બોલવાની બાધા નથી.” આવું અસત્ય છે, માટે તેની છાયા પણ પડવા દેવી નહિં. ૨૨.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162