________________
સત્યવ્રત
૧૨૧
દત્ત :- હું યજ્ઞ કરાવું છું તો શું હું નરકે જઈશ ?
આચાર્ય મહારાજ :– જે હિંસા કરે, અધર્મ કરે તે નરકે જાય. તું અધર્મ કરે છે. હિંસા કરે છે માટે તું નરકે જઈશ. છો કે હું નરકે જઈશ ? આચાર્ય મહારાજ :- નરકે જવામાં આધારની શી જરૂર ?
દત્ત :– તમે કયા આધારે કહો
બે અને બે ચાર જેવી વાત છે. અધર્મ ઉચ્ચગતિ ન આપે. હિંસા એ અધર્મ છે એ દીવા જેવું છે. માટે હિંસા કરીને તું સાતમી નરકે જઈશ.
દત્ત :- તમે મરીને ક્યાં જશો ?
આચાર્ય મહારાજ :- હું ચારિત્રનું પાલન કરું છું ને તેથી સ્વર્ગે જઈશ.
દત્ત :— તમને ખબર છે હું શાસ્ત્રોના આધારે આ ધર્મમય યજ્ઞ કરાવું છું. તો ધર્મ મને લાભ જ આપશે. તમે મને મિથ્યા કહો છો. તેની હું તમને શિક્ષા કરીશ. હું રાજા છું.
લાલપીળા થઈ ગયેલા દત્તે નાગણ જેવી નાગી તલવાર ઉગામી.
આચાર્ય :- દત્ત ! અધર્મને ધર્મ માનવાથી એ ધર્મ થઈ જતો નથી. અજ્ઞાની બાળજીવો કાચને રત્ન માને એટલે એ કાંઈ રત્ન થઈ જાય નહિં. તું અવળે રસ્તે ચડી ગયો છે. ને તેનું પરિણામ તારે ભોગવવું જ પડશે. આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થવાનું છે. તારા મોઢામાં વિષ્ઠા પડશે. આચાર્ય મહારાજે ભય પામ્યા વગર સંપૂર્ણ સ્વસ્થતાથી જણાવ્યું.