________________
૧૧૬
આત્મબોધ જાવ માતાના મંદિરે.” આમ કહીને શેઠ ચાલ્યા ગયા. દામક ને વિષા તૈયાર થઈને માતાના મંદિરે જવા નીકળ્યાં. તે જોઈને શેઠના પુત્ર સમુદ્રદત્તને થયું કે રાત વધતી ચાલી છે. નવદંપતીને માટે પ્રદોષ સમયે બહાર જવું ઈષ્ટ નથી. તેમને બદલે હું જ દર્શન કરવા જઈ આવું. એમ વિચારી સમુદ્રદત્ત પૂજન સામગ્રી લઈ માતાના મંદિરે ગયો અને મંદિરના દરવાજામાં પેસતાં જ પૂર્વના સંકેત પ્રમાણે ખડુગિલે ખગ વડે સમુદ્રદત્તનો વધ કર્યો. આ વાતની સાગરપાતને જાણ થઈ કે તરત જ તેની છાતી ફાટી ગઈ અને તે મૃત્યુ પામ્યો. નિષ્ફળતાનો પ્રત્યાઘાત ઠેઠ મરણને નિમંત્રે છે. આ વેળાએ પણ દામન્નકનું પુણ્ય જાગતું હતું તેથી ત્રીજી વખતના કાવતરામાં પણ તે બચી ગયો. ખરેખર ક્ષત્તિ પુષ્યનિ પુરતિનિ તે નગરના નરવર્મ રાજાએ તેને સાગર શ્રેષ્ઠિની સઘળીયે સંપત્તિનો સ્વામી બનાવ્યો. દામન્નક પણ ખૂબ વિવેકી ને ગુણિયલ હતો. રાજાનું માન સારું જાળવતો તેથી રાજાએ તેને નગરશેઠ બનાવ્યો. ત્યાં અખૂટ સુખને ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી દેવ થયો. ત્યાંથી મનુષ્યજન્મ પામી પારમેશ્વરી પ્રવ્રજયા સ્વીકારી મોક્ષમા જશે.
જોયું ને ! અહિંસાનાં ફળો કેવાં સુખદાયીને સુંદર આવે છે. જૈન ધર્મનાં સઘળાંયે અનુષ્ઠાનોની પાછળ અહિંસાનો જ સૂર મુખ્ય રહે છે. જૈનધર્મની ગળથુથીમાં જ દયા પડી છે. પગ નીચે કીડી આવે કે તરત નાનો છોકરો પણ બોલશે કે પાપ લાગે. આપણાથી કીડી ન મરાય. દયા સર્વ જીવો પર રાખવી જોઈએ. હિંસાનો ત્યાગ કરીને અને અહિંસાને સદા-સર્વદા સજીવન રાખવી એ જીવનનું પરમ કર્તવ્ય છે. ૨૧.