________________
તપ
૬૯ નદીએથી સ્નાન કરીને પેલો બ્રાહ્મણ પણ આવી ચડ્યો. તે ક્ષણવારમાં સર્વ સ્વરૂપ પામી ગયો ને બારણાની સાંકળ હતી તે લઈને ચોરોને રાક્ષસની જેમ મારવા લાગ્યો. તેમ કરતાં તેના પ્રહારથી કેટલાક ચોર મરી ગયા. તે વાતની ખબર પડતાં દઢપ્રહારી તરત જ દોડતો ત્યાં આવ્યો ને પોતાના ચોરોને આ મારી નાંખે છે તેમ જાણી ક્રોધથી બ્રાહ્મણનું ખગથી મસ્તક કાપી નાંખ્યું. પછી બ્રાહ્મણના ઘરમાં પેસતાં ગાય આડી આવી એટલે ગાયને મારી નાંખી. આ બધું જોઈને બ્રાહ્મણની સ્ત્રી તેને પોકાર કરતી ગાળો દેવા લાગી કે- “અરે ! ક્રૂર-પાપી તું આ શું કરે છે !” તે સાંભળીને ગર્ભિણી એવી બ્રાહ્મણીને પણ એક જ ઝાટકે પૂરી કરી. ગર્ભમાં રહેલું બાળક પણ બે કકડા થઈને ખલાસ. એ પ્રમાણે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળક એમ ચારેને પોતે તત્કાળ મારી નાંખેલા જોઈને તથા “અરે બા ! અરે પિતા !!” એમ મોટેથી આજંદ કરતા કુમળા બાળકોને જોઈને દઢપ્રહારી વિચાર કરવા લાગ્યો કે આવું કરપીણ ને ક્રૂર દુષ્કૃત્ય કરનારને નરકમાં પણ સ્થાન નહિં મળે, મારા આત્માને ધિક્કાર થાઓ. આ મેં શું કર્યું ! આમાં મારા હાથમાં શું આવ્યું ! હવે આ બાળકોનું રક્ષણ કોણ કરશે ! મારું આ પાપ કેમ છૂટશે ! અગ્નિમાં પેલું કે ભૃગુપત કરું મારી આત્મશુદ્ધિ શાથી થશે એમ મનમાં ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. આવી ભાવનામાં તે ગામ બહાર નીકળ્યો. ત્યાં ઉદ્યાનમાં એક મહામુનિને જોયા. તેમને નમીને બોલ્યો કે- “ભગવાન્ ! આ પાપથી હું શી રીતે છૂટીશ !” ત્યારે મુનિમહારાજે કહ્યું કે- “ચારિત્ર ગ્રહણ કર” એટલે તરત જ આત્મશુદ્ધિની ઇચ્છાવાળા દઢપ્રહારીએ દીક્ષા લીધી. હવે તે ઘણો શાન્ત અને સંયમ ભાવના ભાવિત બન્યો હતો. તેણે એક આકરો અભિગ્રહ લીધો કે- “આ ગામમાં જ