________________
આત્મબોધ
૧૧૦
વિશદાર્થ :
અહિંસા સર્વ ધર્મનો પાયો છે. અહિંસા જે ધર્મમાં હોય તે જ ધર્મ ધર્મ છે. કહ્યું છે કે “યા ધર્મ ના મૂલ હૈ” એ તદ્દન સત્ય છે. થોડી સૂક્ષ્મ ને સ્વચ્છ દષ્ટિથી જોવામાં આવે તો વિશ્વના બીજા ધર્મો જે અહિંસા માને છે, પાળે છે તે; અને જૈન ધર્મ જે અહિંસા માને છે ને પાળે છે તેમાં રૂપિયો ને નવા પૈસા જેટલું આંતરું સ્પષ્ટ દેખાશે. ધર્મનું સ્વરૂપ જણાવતાં વિશેષણોમાં જણાવ્યું છે કે અહિંસા નવળસ્ય અહિંસા એ ધર્મનું લક્ષણ છે. શાસ્ત્રમાં અહિંસાનું સ્વરૂપ જ્યાં આવે છે ત્યાં ત્રસ હોય કે સ્થાવર, સૂક્ષ્મ હોય કે બાદર એમ કોઈ પણ જીવની હિંસા કરાય નહિં. પૂર્ણપણે અહિંસાનું પાલન કરનાર કાચા પાણીનો ઉપયોગ ન કરે, અગ્નિ ન સળગાવે, વાયરો ન ખાય. પાંદડું પણ ન તોડે, કોઈપણ જીવને ત્રાસ, ભય, દુ:ખ કે પરિતાપ ન આપે. મનમાં પણ વિચાર ન કરે કે આનું અહિત થાય. એવું વચન પણ ન બોલે કે બીજાનું દિલ દુઃખાય, કાયાને પણ એવી રીતે કેળવે કે જેથી બીજા જીવને જરી પણ ઈજા ન પહોંચે. આનું નામ અહિંસા. જેઓ અહિંસાનું સાચું સ્વરૂપ નથી સમજતા તેઓ હિંસા ઉપર અહિંસાનું લેબલ-પાટિયું લગાવી દે છે. હિંસા તો અગ્નિની બહેન છે. “હિંસા ભગિની અતિ બૂરી રે વૈશ્વાનરની જોય રે ભવિયા.” હિંસાથી કોઈને કદી યે સુખ નથી સાંપડ્યું. અહિંસાથી દીર્ઘાયુષ્ય અને નીરોગી દેહ તો મળે છે જ પણ ઉત્તરોત્તર ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. છ ખંડના અધિપતિ સૂભૂમચક્રવર્તિને સાતમી નારકના અતિથિ બનાવનાર હિંસા જ છે. સામાન્ય સ્થિતિમાંથી દામન્નકને; દયા ન કલ્પી શકાય એવી સ્થિતિમાં લઈ ગઈ તે વાત આ પ્રમાણે છે.