________________
આત્મબોધ
શિવકુમારે કહ્યું કે- ‘નિરવઘ આહાર નથી મળતો તેથી ન ખાવું એ ઉત્તમ છે.' શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે- ‘હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ. હું તમને નિરવઘ આહાર લાવી આપીશ.'
૧૦૮
ત્યારે શિવકુમારે કહ્યું કે- ‘હું છટ્ઠ કરીશ ને પારણે આયંબિલ કરીશ.' શ્રેષ્ઠિપુત્ર શિવકુમારનો યોગ્ય વિનય કરે છે. એ પ્રમાણે બાર બાર વર્ષ વિરતિની તીવ્ર ભાવનામાં જ વ્યતીત થયાં પણ માતાપિતાએ અનુમતિ ન આપી. કઠોર તપથી ચારિત્ર મોહનીયકર્મ ક્ષીણપ્રાયઃ થઈ ગયું. આવો સુકોમળ દેહ કેટલું સહી શકે ! ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે શિવકુમાર બ્રહ્મલોકમાં મહાદ્યુતિવાળા વિન્માલીદેવ થયા. શિવકુમારના ભવમાં આરાધેલ ને આચરેલ તપસ્યાના પ્રભાવે જંબૂકુમાર થયા ને અખૂટ સુખ-સંપત્તિને ત્યાગીને દીક્ષા લીધી. તે જ ભવમાં સકલ કર્મનો અંત કરી લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ચરમકેવળી બની શિવપદના સ્વામી બન્યા. કેવો અદ્ભુત પ્રભાવ છે વિરતિનો !
અનાથી મુનિ પણ હજુ આપણને કોલ આપે છે કે વિરતિના સંકલ્પ માત્રથી મારા અસાધ્યને દુઃસાધ્ય રોગો પળવારમાં વિલીન થઈ ગયા. તો તેના ત્રિકરણશુદ્ધ આચરણથી શું ને શું ન થાય !
એ રીતે વિરતિમાં રતિ-રુચિ ધર્મઆરાધનાનો સાર છે. માટે સુખ ને શ્રેયોભિલાષી જીવે રોજ વૈરાગ્ય ધારણ કરવો.
૨૦.