________________
વિરતિરતિ
૧૦૭
નિયાણું કરવાનું મન થઈ જાય એવો રાજવૈભવ. તો બીજી બાજુ સાગરદત્ત મુનિની દેશના અને વિરતિ સ્વીકારવાની અદમ્ય ભાવના. કેટલી ધીરજ ને મક્કમતા રાખવી પડે. આવાં વિરતિ ને રતિનાં યુદ્ધો જયારે સંસારમાં જાગે છે ત્યારે વિજયશ્રી તો વિરતિને જ વરે છે. અન્તમાં વિરતિ જ જીતે છે. કોઈપણ હિસાબે શિવકુમાર ભોજન લેતા નથી ત્યારે પદ્મરથ રાજાએ દઢધર્મ નામના શ્રેષ્ઠિપુત્રને નગરમાંથી બોલાવ્યા અને કહ્યું કે- “મારો પુત્ર ભોજન કરતો નથી. તમે કોઈપણ રીતે તેને ભોજન કરાવો તો અમારી ઉપર મોટો ઉપકાર થશે.” દઢધર્મે તે વાત સ્વીકારી. ચકોર ને વિચક્ષણ એવો દઢધર્મા શિવકુમારની પાસે ગયો. નિસ્ટિહિ કહીને ઓરડામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ઈરિયાવહી કરી ભૂમિને ઉત્તરીય વસ્ત્ર વડે પ્રમાજીને શિવકુમારને દ્વાદશાવર્ત વંદન કર્યું. મારી પર કૃપા કરો એમ મોટેથી બોલીને તેની પાસે બેઠો. શિવકુમારે કહ્યું કે- “આ પ્રકારનો વિનય તો સાગરદત્ત મુનિની પાસે મેં જોયો હતો. તે વિનય મારી પાસે કેમ કરો છો ?” શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે“સમ્યગૃષ્ટિનો સમભાવ બધા પ્રકારના વિનયને યોગ્ય છે. જેનું ચિત્ત સમભાવથી ભાવિત હોય તે વંદનને યોગ્ય છે. તેમાં અત્યુક્તિ નથી. હું તો એ પૂછવા આવ્યો હતો કે આપ રસવરાતુરની જેમ ભોજન કેમ લેતા નથી?”
શિવકુમારે કહ્યું કે- ‘વ્રતને માટે માતાપિતાએ અનુમતિ ન આપી તેથી હું ભોજન કરતો નથી, ને ભાવયતિ થઈને ઘરે રહ્યો છું.” શ્રેષ્ઠિપુત્રે કહ્યું, કે “ધર્મઆરાધના દેહને આધીન છે ને દેહ આહારથી ચાલે છે માટે ધર્મની આરાધના કરવા માટે પણ આહારની આવશ્યક્તા છે. મહર્ષિઓ પણ નિરવદ્ય-આહારને ગ્રહણ કરે છે. કારણકે નિરાહાર દેહથી કર્મનિર્જરા શક્ય નથી.”