________________
આત્મબોધ
નંદિષણની ધીરજ જરીયે ખૂટતી નથી. થોડા વધુ સાવધ બનીને ગામની વચ્ચમાં આવ્યા ને ખભા પર બેઠેલા મુનિએ નંદિષેણ પર મળત્યાગ કર્યો. અતિસારનો વ્યાધિ, ચીકણોને દુર્ગંધ વછૂટતો મળ. નગરનો મધ્ય વિભાગ, આવું બધું હોવા છતાં નંદિષેણના મનમાં કંટાળો કે સૂગ આવતી નથી. આવા પ્રસંગે સગી મા પણ બાળક પર રોષ કરે, ગુસ્સે થઈ જાય, પણ
આ તો મનને સમભાવે સમજાવે છે કે બીમાર રોગીનો શો દોષ ? રોગ જ એવો છે ને તેમાં પણ અવસ્થા. આ મુનિને જલદી આરામ થઈ જાય એવું કરું. નંદિષેણે ખૂબ શાંતભાવે આ મળ પરીષહને સહન કર્યો. મૂળ પોતે બ્રાહ્મણ, શૌચપવિત્રતાને ખૂબ માનનારા, છતાં યે લેશમાત્ર ઘૃણા ન કરી. ઉપાશ્રયે પહોંચ્યા.
૧૦૦
વૈયાવચ્ચમાં ને સેવાભાવમાં નિશ્ચળ જાણી દેવો પ્રત્યક્ષ થયા. નંદિષણની સુરાચલ જેવી અડગ સેવાવૃત્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયા. બધી વાત કરી અને ઇન્દ્રે કરેલી પ્રશંસા યથાર્થ ને સત્ય છે એ કહ્યું. વંદના કરી ક્ષમા માગી, દેવો સ્વર્ગે ગયા. નંદિષેણ બાર હજાર વર્ષ ચારિત્ર પાળી સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. દેવલોકથી ચ્યવીને સૌરીપુરમાં અંધક વૃષ્ણી રાજાને ત્યાં સુભદ્રા નામની રાણીથી દશમા રૂપરૂપના અંબાર વસુદેવ થશે.
જોયુંને ! સેવા કેવી અદ્ભુત દેવી છે ! તેનો આશ્રય જે કરે છે તે કેવો જગત્માં ખ્યાતનામ થાય છે ને પરભવમાં સુંદર સુખોને મેળવે છે. માટે સાધુપુરુષોની સેવા-ભક્તિ અવશ્ય કરવી. ૧૯.