________________
૧૦૪
આત્મબોધ પામ્યો. રાજાએ રાજકુળમાં ઉત્પન્ન થયેલી ઘણી કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. દોગંદક દેવની જેમ તે સુખમાં કાળ પસાર કરવા લાગ્યો. વર્ષો દિવસોની જેમ પસાર થવા માંડ્યા. સુખમાં-આનંદમાં સમય ખુબ વેગથી વીતે છે.
એકદા પોતાની પ્રાણપ્રિય પત્નીની સાથે ઝરુખામાં શિવકુમાર બેઠો હતો, તે વેળા સાગરદત્ત નામના એક મુનિમહારાજને તેણે જોયા. જેઓ શિવકુમારના પૂર્વભવમાં તેઓના વડીલબંધુ હતા. એટલે કે ભવદત્ત એ મોટાભાઈ અને ભવદેવ એ નાના ભાઈ. ભવદત્ત સ્વર્ગે ગયા ને ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણીનગરમાં વજદત્ત નામના ચક્રવર્તીને ત્યાં યશોધરા નામની રાણીની કુક્ષિએ સાગરદત્ત તરીકે ઉત્પન્ન થયા.
પૂર્વભવની આરાધનાના પ્રતાપે થોડા જ કાળમાં સઘળીયે કલા ને શાસ્ત્રમાં પારંગત થઈ ગયા. અનુક્રમે યૌવન પામ્યા. માતાપિતાએ રાજકન્યા સાથે પરણાવ્યા. એકદા સાયંકાલે આકાશમાં સુન્દર નયનરમ્ય મેઘમંડળ જોયું. તે પોતાનું રંગકૌશલ્ય બતાવવા માટે ગગનવિહારી વાદળોએ અસંખ્ય ચિત્રો આલેખ્યાં ને ચિતારો જેમ રાજાને રીઝવવા માટે એક પછી એક ચિત્ર દોરે તેમ દોરવા માંડ્યાં. ક્યાંય સુધી સાગરદત્ત આ વાદળોની રંગલીલા જોઈ રહ્યા. થોડી જ વારમાં એ રૂપાળાં ચિત્રો વિલાઈ ગયાં-વિખરાઈ ગયાં ને સાગરદત્તના મનમાં ચમકારો થયો.
આ ચિત્રો જેમ ક્ષણિક છે તેમ આ શરીરથી માંડીને સઘળુંયે અનિત્ય-અસ્થિર છે. એવા સુખ-વૈભવથી સર્યું. સંસારથી વિરક્ત થયેલા સાગરદત્ત પ્રવ્રજયા લેવાનો દઢ સંકલ્પ કર્યો. માતા-પિતાને