________________
સાધુસેવા
૯૯ વાટ જોતો અહીં હેરાન થાઉં છું. આટલી બધી વાર હોય. આવો સેવાભાવ તે હોય ! તમને બોલાવવા પડે ખરા ! અને બોલાવવા મોકલ્યા પછી કેટલી બધી વારે મોઢું બતાવો છો ! આવો પ્લાન મુનિનો પુણ્યપ્રકોપ સાંભળતા છતાં નંદિષેણ એક અક્ષર પણ ન બોલ્યા. સેવા તો મૌન જ રહે !”
“થોડો વિલંબ થઈ ગયો મને ક્ષમા આપો” નંદિષેણે ઉત્તર વાળ્યો. મનમાં જરાયે ગ્લાનિભાવ ન આવ્યો. એ તો પેલા પ્રાસુક જલથી અતિસારથી પીડિત મુનિના અતિસારને લીધે ગંદા બનેલા અવયવોને સાફ કરવા લાગ્યા. શરીર શુદ્ધ થયા પછી નંદિપેણ મુનિને વિનંતિ કરી કે, “આપ ઉપાશ્રયે પધારો ત્યાં આપની સેવાશુશ્રુષા બરોબર થશે. જરાયે અશાતા નહિ થાય ને આપની સેવાનો લાભ મળશે.” આ સાંભળતાવેત પેલા વૃદ્ધ ને ગ્લાન મુનિ તાડૂક્યા. “નંદિષેણ ! તને મારી પરિસ્થિતિનું લગારે ભાન નથી લાગતું ! તું કોને કહે છે ! મારે ઘડીએ ધડીએ મળત્યાગ કરવો પડે છે. શરીર સાવ અશક્ત અને જીર્ણ થઈ ગયું છે ને એવાને તું ચલાવીને ઉપાશ્રયે લઈ જવાની વાત કરે છે. કાંઈ બુદ્ધિ છે કે નહિ.” તરત જ વિનીતભાવે નંદિષેણે મુનિને કહ્યું, “મારી ભૂલ થઈ. આપને વાંધો ન હોય તો મારે ખભે બેસી જાઓ, હું ઉપાશ્રયે લઈ જઈશ.” “તો મારી ના નથી” મુનિએ સંમતિ આપી.
છઠ્ઠનું પારણું પણ નથી કર્યું એવા નંદિષેણ, બીમાર ને બિસ્માર મુનિને પોતાની કાંધ ઉપર બેસાડીને ઉપાશ્રય તરફ ચાલ્યા. એક જગ્યાએ નંદિષેણનો પગ લથડ્યો. તરત બાણ છૂટ્યું.
“જરાક તો ભાન રાખ ! આવી રીતે રોગીને શા સારુ ત્રાસ આપે છે.”