________________
જિનપૂજા
માનતું નહિં. તેથી તે ખિન્ન થયો. તેણે આ રાજ્ય અપાવનાર દેવને યાદ કર્યો. દેવ હાજર થયો. તેને કહ્યું કે તમે મને રાજ્ય તો આપ્યું પણ અહીયાં મારી આજ્ઞા કોઈ માનતું જ નથી. આમ કેમ થાય છે ! દેવ બોલ્યો કે- “હું કહું તેમ કરો તો સર્વ પ્રજા તમારી આજ્ઞા માનશે. કુંભાર પાસે એક માટીનો મોટો હાથી કરાવો અને તેની ઉપર બેસીને તમે ગામમાં ફરો. પછી તમારી આજ્ઞા બધા માનશે.” દેવપાલ રાજાએ દેવના કહ્યા પ્રમાણે કુંભાર પાસે હાથી જેવડો મોટો માટીનો હાથી કરાવ્યો ને તેની ઉપર બેસી તે નગરમાં ફરવા લાગ્યો. દિવ્ય પ્રભાવ હતો તેથી ગંધહસ્તીની જેમ તે હાથી માર્ગે ચાલવા લાગ્યો. લોકોએ જોયું. તેમને થયું કે રાજા આમ સાવ સામાન્ય લાગે છે, પણ જરૂર દૈવીતત્ત્વ છે. ત્યારપછી બધી પ્રજા દેવપાલની આજ્ઞા માનવા લાગી. દેવપાલે પોતાના પૂર્વના શેઠને પ્રધાનપદ આપ્યું ને પોતે જે પરમાત્માની પૂજાના પ્રભાવે આ સ્થિતિએ પહોંચ્યો. તે અરિહન્ત પરમાત્માના બિમ્બનો મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવી એક નૂતન ભવ્ય પ્રાસાદમાં સ્થાપન કર્યા. પછી રાજા પરમાત્માની ત્રિકાળ પૂજા કરતો ને જિનશાસનની ભાવના પણ કરતો. દેવપાલ પરમાત્માની એકાગ્ર ચિત્તથી પૂજા કરતો હતો. તીર્થંકર નામ ઉપાર્જન કર્યું. પ્રાન્તે યોગ્ય જ્ઞાની ગુરુ મહારાજની દેશના સાંભળીને તેનું મન વૈરાગ્યરસભીનું થયું. તે સંસાર પ્રત્યે ઉદાસીન થયો. ભોગવિલાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરીને સુન્દર ચારિત્રની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગમાં ગયો. જોયુંને પરમાત્માની પૂજાથી પારલૌકિક લાભો કેવા સુન્દર મળે છે. તેનાથી આત્માને સારી મતિ સૂઝે છે, કલ્યાણકારી પ્રેરણા મળે છે, તેથી આત્મસમાધિ ઇચ્છનારે
૮૫