________________
૯૬
આત્મબોધ | ગમે તેવા કુરૂપ અને અભણ માનવીમાં પણ કાંઈક વિશિષ્ટતા તો હોય છે. તે વિશિષ્ટતાના જ આધારે તેઓ જીવન જીવતા હોય છે. મંદિરની સેવાવૃત્તિ અને અથાગ પરિશ્રમશીલતા એ તેની વિશિષ્ટતા હતી. મામાનું સઘળુંયે કામ નંદિષેણ કરતો. મળસ્કેથી તે ઘરકામમાં પરોવાતો તે ઠેઠ રાત સુધી તેમાં રચ્યોપચ્યો રહેતો. તેના મામા પણ તેની ઉપર નહિ એટલા તેની સ્કૂર્તિ ને આળસ વગરની સેવા ઉપર પ્રસન્ન રહેતા.
આવા શ્રમજીવી નંદિષણને ઘેર જ રાખવો હોય તો એક છોકરી તેની સાથે પરણાવું તો તે અહીં કાયમ માટે ટકી રહેશે. એમ વિચારી પોતાની સાત પુત્રીઓને બોલાવીને વાત કહી, ત્યારે સાત પુત્રીઓ એકી અવાજે બોલી ઉઠી કે આ નંદિષેણ, જેનામાં રૂપ-બુદ્ધિ કે સંસ્કારનો છાંટો યે નથી તેની સાથે અમે કદીયે લગ્ન નહિં કરીયે. તેના કરતાં તો આપઘાત કરીને મરી જઈશું.
આ વાતની નંદિપેણને જયારે જાણ થઈ ત્યારે તેને મામાને ત્યાં પોતાની શું કિંમત છે તે સમજાયું. સ્વમાન અને ગૌરવને ઝંખતા નંદિષણને મામાનું ઘર કારાગાર જેવું લાગ્યું. જ્યાં હું કુરૂપ-જડ-મૂર્ખ-સંસ્કારહીન ગણાઉં છું ત્યાં રહેવાથી શું ! એવો વિચાર કરી રાતના એકલો કોઈને કહ્યા વગર તે ઘરમાંથી નીકળી ગયો. સવારે મામાએ જાણ્યું કે નંદિષેણ ઘરમાંથી ચાલી ગયો છે-છતાંયે તપાસ પણ ન કરી ને જે થયું તે સારું થયું એમ માની તેને ભૂલી ગયા. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય નંદિષેણને કોઈ આધાર કે આલંબન ન હતું. એમ ને એમ ધૂનમાં ને ધૂનમાં તે ચાલવા લાગ્યો. હવે તો આપઘાત સિવાય