________________
૮૯
કુદરતી સૌન્દર્ય જોવાની તમને ટેવ હોય તો આવું દૃશ્ય તમારી નજરે ચડશે ને તમે નાચી ઊઠશો. કમળના પત્ર પર પડેલાં બિન્દુઓને જુઓ. દૂરથી જુઓ તમને લાગશે કે મોતીના સાથિયા પૂર્યા છે. પાણીનાં બિન્દુઓ તો એ જ છે. પણ તે મોતી જેવાં ચમકે છે. એ કોનો પ્રતાપ ! કમળના સંસર્ગનો. કમળ નિર્મળ છે-નિર્લેપ છે, સજ્જન છે. તેના સંગથી પવિત્ર પાણીનું બિંદુ ચમકી ઊઠ્યું. પણ તમને કોઈ પૂછે કે પાણીનું બિંદુ મોતી બની જાય ? તમે સહસા એમ કહેશો કે કેવી વાહિયાત વાત કરો છો. પણ સંગનો પ્રભાવ અદ્ભુત છે. ન માની શકાય એવી હકીકત બની જાય છે. સ્વાતિ નક્ષત્ર હોય અને છીપનો સંગ જ્યારે એ પાણીના બિંદુને થાય છે ત્યારે તે જ બિન્દુ મોતી બની જાય છે. આ સર્વ પ્રતાપ સારા સંગનો છે. આ જ વાત ભર્તૃહરિએ કહી છે.
સત્સંગ
संतप्तायसि सस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनी - पत्रस्थितं राजते । स्वातौ सागरशुक्तिमध्यपतितं तज्जायते मौक्तिकं, प्रायेणाधममध्यमोत्तमगुणः, संसर्गतो जायते ॥
સજ્જનોનો સંગ તો પારસમણિ કરતાંયે કેઈ ગુણ ચડિયાતો છે. પારસમણિનો સ્પર્શ લોઢાને થાય એટલે લોઢું સોનું થઈ જાય. પણ કાંઈ પારસમણિ ન બને. ત્યારે સજ્જનના સંગથી તો સજ્જન થવાય.
પ્રદેશી રાજાનું જીવન કેટલું અવળે રસ્તે ચઢી ગયું હતું. નાસ્તિક શિરોમણિ એ રાજા કેશીગણધરના સહવાસ ને સંપર્કથી કેટલો ઊંચો આવી ગયો. નરકે જવાની તૈયારી કરી ચૂકેલો તે