________________
૬૮
આત્મબોધ
બ5
વસંતપુર નામનું નગર છે. ત્યાં દુર્ધર નામનો બ્રાહ્મણ વસે છે. પોતાના બાપ-દાદાનું ધન તો ઘણું સારું હતું. પણ સાત વ્યસનોમાં ને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં તે સઘળુંયે ધન તેણે વેડફી નાખ્યું. આખરે ધન ખૂટ્યું એટલે શું કરે ! સોબત તેવી અસર, તે પ્રમાણે તે ચોરી કરવા લાગ્યો. ધીમે ધીમે ચોરીનું પ્રમાણ પણ વધતું ગયું. લોકોએ અને ખુદ તે ગામના રાજાએ પણ તેને સમજાવ્યો પણ તેને તો ચોરીની લત લાગી હતી. આખરે કોઈનું યે ન માન્યું એટલે રાજાએ તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તે ચોરોની પલ્લીમાં ભળી ગયો. ગામોગામ લોકોને ત્યાં ચોરી કરે, ધન લૂટે ને જીવન ગુજારે. થોડા જ સમયમાં તે તો ચોરની પલ્લીનો ધણી થઈ ગયો. જેના પર એ પ્રહાર કરે તેનું આવી જ બને એવો દઢ પ્રહાર કરતો એટલે તેનું નામ દઢપ્રહારી પડી ગયું. એકવાર તે કુશસ્થળ ગામે ચોરી કરવા ગયો. સાથે સાથીદારો પણ હતા. તે ગામમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણા છોકરા હતા. તે દિવસે કોઈ પર્વ હતું એટલે તે છોકરાઓએ હઠ પકડી કે અમારે આજે ખીર ખાવી છે, એટલે તે બ્રાહ્મણ કોઈ ગૃહસ્થને ત્યાંથી ચોખા-દૂધખાંડ-ઘી વગેરે માંગી લાવ્યો ને પોતાની સ્ત્રીને આપ્યું. કહ્યું કે
છોકરાઓ માટે ખીર બનાવ” એટલે સ્ત્રીએ ખીર બનાવી. બ્રાહ્મણે વિચાર કર્યો કે આજે ખીર વધુ થશે એટલે આપણે પણ ખાશું, એમ વિચાર કરી તે નદીએ ન્હાવા ગયો. આ બાજુ તે દઢપ્રહારી ચોરોને લઈને ગામમાં પેઠો. તેમાંથી કેટલાક ચોરો તે દરિદ્ર બ્રાહ્મણના ઘરમાં પેઠા, પણ ઘરમાં કાંઈ હાથ લાગ્યું નહીં. શોધ કરતાં ખીર ભરેલું વાસણ મળ્યું. તે ખાવાના કામમાં આવશે તેમ ધારીને લઈ લીધું. તે જોઈને છોકરાઓ ઊંચે સ્વરે રુદન કરવા લાગ્યા ને તે ચોરોની પાછળ દોડ્યા. તેવામાં