________________
૭૨
આત્મબોધ વિશદાર્થ:
ભાવ એ તો પ્રાણ છે. દાન-શિયલ-તપની આરાધના કરતા હો પણ ભાવ ન હોય તો તે યથાર્થ ફળ દેનારી થતી નથી. ભાવના એ મુખ્ય વસ્તુ છે. એકવાર એમ કહી શકાય કે આ બધું એટલે દાન-શિયલ-તપ ન કરતા હોય પણ હૃદયમાં ભાવનાની પ્રબળતા હોય, તો પણ ફળ મળે છે. અરે ! ભાવના ગુણ ગાતાં ત્યાં સુધી કહ્યું છે કે, “ભાવે કેવળજ્ઞાન” સમજયાને ભાવની કેટલી બધી મહત્તા છે.
- ભાવના એટલે શું ? આપણે કહીએ છીએ કે ભાવના સારી રાખો ! એનો અર્થ શો ? ભાવના એ તો અત્તરની વસ્તુ છે. કોઈપણ પ્રવૃત્તિમાં મનમાં જે વિચારણા ચાલે છે તે ભાવના છે. ભાવના બે પ્રકારની છે. એક શુભ અને બીજી અશુભ. બેમાંથી એક ભાવના તો મનમાં હોય જ એટલે જ કહ્યું છે કે :
'शुभाऽशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् ।
पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ॥१॥' તાત્પર્ય એ જ કે મનને સદાને માટે સદ્ભાવનાથી ભાવિત રાખવું. અંતરની સંભાવના તો ઘણાં દુઃખોને દૂર કરનારી થાય છે.
ભાવના આમ તો બાર પ્રકારે છે. અનિત્યાદિ બાર ભાવના ભાવવાથી જીવને ઘણો આત્મલાભ થાય છે. એ બારે ભાવનાને પુષ્ટ કરનાર મૈત્રી આદિ ચાર ભાવના છે. મૈત્રીપ્રમોદ-કરુણા અને માધ્યથ્ય એ ચાર ભાવના શ્રેયોભિલાષી આત્માએ હંમેશાં સતત ભાવવી જોઈએ. તેનું સ્વરૂપ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે વૈરાગ્ય