________________
જિનપૂજા વિશદાર્થ :
૮૧
પરમાત્માની પૂજા-અર્ચના એ સર્વ કોઈ જિનશાસન રાગી આત્માનું પ્રથમ કર્તવ્ય છે. જેના રૂડા પ્રતાપે આત્માને ત૨તારણ શ્રી જિનશાસન મળ્યું તે પરમાત્મા શ્રી અરિહન્નદેવની પૂજા તો કરવી જ જોઈએ. પરમાત્માની પૂજા, દ્રવ્યપૂજા કે ભાવપૂજા તેનાથી દર્શન-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલા સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. અરિહંત પરમાત્મા રાગ-દ્વેષ અને અજ્ઞાનથી સાવ પર છે, જ્યારે સમગ્ર સંસાર તેમાં ડૂબેલો છે. આપણે પણ પરમાત્માની પૂજા કરીએ તો તેઓની પૂજાના જ પ્રભાવે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થઈ શકીશું. પરમાત્માના ગુણોના વિચારો સાથે તેમની સ્તુતિ-ભક્તિ ને પૂજા કરવી જોઈએ. કોઈ કહે કે પૂજાનું ફળ શું ? પરમાત્માની પૂજાથી શો લાભ ? પરમાત્માની પૂજાનું ફળ અને તેનો લાભ તો અનુપમ છે, જગતના દૈવી તત્ત્વો કરતાં અનન્ત ગણો છે. કોઈપણ દેવ કે દેવીની આરાધના-ઉપાસના કે પૂજા કરશો તો બહુ બહુ ભૌતિક સુખ સામગ્રીનો ઢગલો કરી દેશે, થોડાઘણાં કષ્ટો કે વિઘ્નોને તત્કાલ દૂર કરી દેશે પણ સકલ વિઘ્નોથી રહિત ને શાશ્વત સ્વાત્મસંપત્તિને સુખનું અદ્વિતીય સ્થાન મુક્તિ તો નહીં જ આપી શકે, હરગીઝ નહીં, ત્યારે એકવાર અતિ ઉમંગ ને એકાગ્રતાથી કરેલી પરમકૃપાલુ અરિહન્નદેવની પૂજા તે ભૌતિક સુખો તો વણમાંગ્યાં આપે જ ને યાવત્ મોક્ષ પણ આપે. તમે શુદ્ધ ભાવોલ્લાસથી પરમાત્માની પૂજા કરશો એટલે તેનું સર્વ પ્રથમ ફળ ચિત્તપ્રસન્નતા તો તરત જ પ્રાપ્ત થશે. શાસ્ત્રોમાં અરિહંત પરમાત્માની પૂજાના ઘણા પ્રકાર આવે છે. અષ્ટપ્રકારી પૂજા, સત્તર પ્રકારી પૂજા, એકવીશ પ્રકારી પૂજા અને યાવત્ ૧૦૮ પ્રકારી પૂજા પણ થાય છે.