________________
આત્મબોધ તેમ તે પ્રતિબોધ પામ્યા વગર ન રહ્યા. ભગવાનની સુધારસ મીઠી વાણીએ તેને ભોગોમાં ભોરીંગનું ભાન કરાવ્યું. તેને સંસાર દાવાનલ લાગ્યો. તેણે વિચાર કર્યો, કે ગામમાં જઈને માતા પાસે રજા લઈ ભગવાન પાસે દીક્ષા લેવી. એમ વિચાર કરીને તે ગામમાં ગયો. માતાને વાત કરી. માતાએ તેને સંસારની સારતા, સંયમની કઠિનતા ને તેની અસહ્યતા બતાવી ત્યારે ધન્યકુમારે તેની સામે સંયમથી માનવજીવનની સાર્થકતા, નારકના દુઃખનું અસહ્યપણું ને સાંસારિક ભોગોની નશ્વરતા કહેવાપૂર્વક સુન્દર જવાબ આપ્યા, ને માતાની અનુમતિ મેળવી.
માતાએ પુત્રની સંયમ લેવાની તીવ્ર ભાવના જાણી કાકંદીના રાજા શ્રી જિતશત્રુને વાત કરી ને રાજાએ ધન્યકુમારનો નિષ્ક્રમણદીક્ષા મહોત્સવ ખૂબ ઉલ્લાસને ઠાઠથી કરાવ્યો. ધન્યકુમારે પ્રજ્યા ગ્રહણ કરી. ધન્યકુમાર મટી ધન્નાઅણગાર બન્યા. સંયમ સ્વીકાર્યા બાદ તરત જ ભગવાન પાસે તેઓએ પોતાની ખૂબ સુન્દર ભાવના પ્રગટ કરી, કે- “મારે આજથી માંડી યાવજીવ સુધી ચોવિહારો છઠ્ઠ કરવો ને પારણે આયંબિલ કરવું.” ભગવાને પણ તેની ભાવના દઢ જાણી આજ્ઞા આપી. તે પ્રમાણે હરરોજ ચૌવિહારા છઠ્ઠને પારણે આયંબિલ એમ કરે છે. કમળ જેવી સુકોમળ કાયા પરથી મોહ ને મમત્વનો ત્યાગ કરી આત્માને અત્યંત ઉવલા બનાવતા તપ ને સંયમથી આત્માને ભાવિત કરતા વિચરે છે. એક છઠ્ઠ કરવો ને પારણે આયંબિલ અને તે આયંબિલ પણ કેવું ! કે જે અન્ન ઉપર માખી પણ બેસવાનું મન ન કરે તેવું નીરસ અa. ગામમાં ઘરોઘર ફરીને શુદ્ધ ગવેષણાપૂર્વક કોઈવાર એકવાર પાણી મળે તો કોઈવાર એકલો ભાત મળે તોયે મનના એક પ્રદેશમાંય જરીયે અસમાધિભાવ નહિં; કેવલ શરીરને સામાન્ય ટેકો આપવો એટલું જ. સર્પ જેમ પોતાના બિલ-દરમાં પેસી જાય, બાજુની