________________
તપ
તપના ઘણા પ્રકાર છે. મુખ્ય બે પ્રકાર :- બાહ્ય અને અભ્યત્તર. એમાં બાહ્ય તપના છે; ને અભ્યત્તર તપના છે; એમ બાર પ્રકાર થાય છે. બાહ્ય તપના છ પ્રકાર તે આ પ્રમાણે : ૧.અનશન, ૨. ઊનોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયક્લેશ, ૬. સંલીનતા. અત્યંતર તપના છ ભેદ આ પ્રમાણે – ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વેયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન. ને ૬. કાયોત્સર્ગ. શાસ્ત્રકારો તો આ તપ માટે એટલે સુધી કહે છે કેઃ- તવા નિઝાદ્યાખifપ તપથી નિકાચિત કર્મો પણ ક્ષય પામે છે તો પછી બીજાં કર્મોનું તો શું ગજું !
આ તપના જ કોઈ અભુત પ્રભાવે – “મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા મોઝાર, વીર નિણંદ વખાણિઓ, ધન ધન્નો અણગાર.”
આ ધન્ના અણગારને ઓળખો છો ! તેનું વૃત્તાન્ત આ પ્રમાણે છે.
કાકંદી નામની સુન્દર નગરી હતી. ત્યાં ભદ્રા નામની ભદ્ર પરિણામી સાર્થવાહી રહેતી હતી. તેને ધન્ય નામનો એક રૂપવાન પુત્ર હતો. અનુક્રમે તે યૌવન વય પામ્યો ત્યારે તેની માતાએ સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી બત્રીસ ઉચ્ચ કુળની કન્યા સાથે લગ્ન કરાવ્યાં હતાં, ને બત્રીસ-બત્રીસ તો રહેવાના મહેલ હતા. કહો ! કેટલી સુખ-સમૃદ્ધિ હશે તેઓના ઘરે ! પછી કાંઈ ભોગોપભોગમાં મણા રહે ખરી ! પણ આ તો હળુકર્મી આત્મા.
એક દિવસે કાકંદી નગરીમાં પરમાત્મા મહાવીરસ્વામી સમવસર્યા. તે પર્ષદામાં આ ધન્યકુમાર પ્રભુવાણી સાંભળવા ગયા. કાળી માટી પર પાણી પડે ને તે ભીંજાયા વગર ન રહે