________________
€0
આત્મબોધ
જાય. યોગ્ય સમયે પિતાએ શીલમૂર્તિ મનોરમા સાથે સુદર્શનનું પાણિગ્રહણ કરાવ્યું. તેને દેવસમા રૂપવાળા છ પુત્રો થયા. સુદર્શનને રાજાના પુરોહિત કપિલ સાથે ગાઢ મૈત્રી હતી, દિવસમાં એકવાર તો કપિલ અવશ્ય મળે જ. તેને કપિલા નામની કપટમૂર્તિ ને કામાન્ય પત્ની હતી. કપિલની પાસેથી તે સુદર્શનનાં રૂપ-ગુણ વગેરેની પ્રશંસા સાંભળતી. કપિલાના મનમાં વિચાર આવ્યો કે તેની સાથે ક્રીડા કરવી. ક્યારે લાગ આવે ને આ કામ સાધું.
એક દિવસ તે એકાન્ત શોધીને સુદર્શનને ઘરે આવીને કહેવા લાગી “તમારા મિત્રની તબિયત ખૂબ નરમ છે. તમને યાદ કરે છે. માટે તમે ચાલો.” એમ કહ્યું ત્યારે સરળ મનના સુદર્શને તેની વાત માની લીધી અને તેની સાથે કપિલને ઘરે જવા ચાલી નીકળ્યો. નિર્લજ્જ કપિલા સુદર્શનને ગુપ્ત ગૃહમાં લઈ ગઈ ને ઘણા વખતથી સંઘરી રાખેલી વાસના પ્રકાશી. ભોગની ખુલ્લી માંગણી કરી. સુદર્શનને ચલિત ક૨વા ઘણું ઘણું કરવા છતાં ચલિત થયા વગર સ્વસ્થ મનવાળા સુદર્શને કહ્યું કે- “હું તો નપુંસક છું.” આવું સ્પષ્ટ સાંભળીને કપિલા અત્યંત છોભીલી પડી ગઈ અને આ પ્રસંગ કોઈને પણ ન કહેવાનું કહી સુદર્શનને છૂટો કર્યો.
થોડા કાળ પછી એક દિવસ નગરમાં વસંતોત્સવ હતો. રાજા પણ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા, તે વખતે સુદર્શન અને કપિલ પુરોહિત પણ સાથે હતા અને આ બાજુ રાજાની રાણી અભયા ને પુરોહિત પત્ની કપિલા પણ એક જ રથમાં હતાં. રસ્તામાં દેવના જેવા રૂપવાળા છ પુત્રોની સાથે ઉદ્યાનમાં જતી મનોરમાને જોઈને કપિલાએ રાણીને પૂછ્યું કે- ‘આ કોણ છે !' ત્યારે રાણી અભયાએ કહ્યું કે- ‘આને તું નથી ઓળખતી ? આ તો સુદર્શન શેઠની પત્ની છે અને તેના છ પુત્રો છે.' ત્યારે