________________
૫૮
આત્મબોધ શક્તિ હોય તો પણ પૂરો ક્યાંથી થાય? વિમળ કેવળી ભગવંતને તેણે પોતાની વાત જણાવી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે :
કચ્છમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી રહે છે. એક શુક્લ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે અને બીજા કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે. તેઓની સાધર્મિક ભક્તિ કરવાથી ૮૪000 સાધુઓને પડિલાવ્યા બરાબર લાભ મળશે.” આ પ્રમાણે સાંભળી શ્રાવક કચ્છમાં જઈ વિજય શેઠ ને વિજયા શેઠાણીની ભક્તિ કરે છે. તેઓ અસિધાર વ્રત પાલતા હતા ! જોયું ને ! શીલવ્રતનો કેવો પ્રભાવ છે !
આર્ય સ્થૂલભદ્રજીનું કેવું સ્ફટિકનિર્મળ બ્રહ્મચર્ય વ્રત હતું. કોશા વેશ્યા, પર્સ ભોજન ને નવરસ ભોગોમાં પણ જેઓ જરાયે ચળ્યા નહોતા. તેથી તો તેઓનું નામ ૮૪ ચોવીશી સુધી અમર રહેશે ખરું ને !
શિયલના લાભો આ ભવમાં ઘણા જ છે. પરભવમાં નીરોગી દેહ-દીર્ધાયુ ઈચ્છતા હો તો આ વ્રતપાલનથી પ્રાપ્ત થશે. બીજો કોઈ રસ્તો નથી ! સમજ્યા ! વીર્ય તો શરીરનો રાજા છે, તે શિયલપાલનથી વીર્યરક્ષણ અવશ્ય થાય છે. અરે ! તેના જ અપૂર્વ પ્રભાવથી સ્વનામધન્ય સુદર્શન શેઠની શૂળી સિંહાસન થઈ હતી. તે કથા આ પ્રમાણે છે.
ચંપા નામની નગરી છે. તેમાં ઋષભદત્ત નામના શેઠ વસે છે. તેઓને ઘરે શીલવતી યથાર્થ ગુણવાળી-અહદાસી નામની પત્ની છે. વૈભવ પણ ઘણો જ છે. ગાયો-ભેસો પણ સારા પ્રમાણમાં છે. તેને ચરાવવા માટે સુભગ નામનો એક નોકર છે. તે રોજ સવારે ખેતરમાં પશુઓ ચરાવવા જાય અને સાંજ પડતા