________________
૬૨
આત્મબોધ
-
-
તે વેળા મનોરમા આ જોઈએ મારા પતિ પરનું કલંક ન ઊતરે
ત્યાં સુધી ઘરચૈત્યમાં રહી. નગરમાં ફેરવીને તેને શૂળી પર લઈ ગયા. જ્યાં સુદર્શનને શૂળી પર ચઢાવે છે. ત્યાં તો તેના શિયલના પ્રભાવે તે શૂળી શૂળી ન રહેતાં સોનાનું સિંહાસન થઈ ગયું. પછી સિપાઈઓએ તેના ગળા પર તરવારનો ઘા કર્યો ત્યાં તો તે સુવર્ણનો હાર થઈ ગયો. પછી કાન પર ઘા કર્યો ત્યાં કુંડલ થઈ ગયાં. અનુક્રમે જયાં ઘા કરે ત્યાં તે ઘા આભૂષણરૂપે પરિણમે. આ બધો સુદર્શનના ત્રિકરણશુદ્ધ શિયલનો પ્રભાવ હતો. તેનાથી પ્રભાવિત થયેલો એક સમીપમાં રહેલો દેવ આ બધું કરતો હતો. સિપાઈઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓએ તો આ સઘળો વૃત્તાન્ત રાજાને જણાવ્યો. રાજા પણ ખૂબ પ્રભાવિત થયો. તેને હાથી પર બેસાડીને નગરપ્રવેશ કરાવ્યો. આ વાત અભયાએ જાણી એટલે તે ભયની મારી આપઘાત કરીને મૃત્યુ પામી ને વ્યત્તરી થઈ. સુદર્શન પણ રાજા પાસે આવ્યો, રાજાએ આગ્રહપૂર્વક સત્ય વાત પૂછી ત્યારે રાણીને અભયદાન આપીને બધી વાત કહી.
અનુક્રમે સુદર્શને વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી તે વખતે વ્યત્તરી થયેલી અભયાએ અનુકૂળ ને પ્રતિકૂળ ઘણા ઉપસર્ગ કર્યા પણ તે જરાયે ડગ્યા નહિ ને શુક્લધ્યાન ધ્યાતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. જોયું ને કેવો પ્રભાવ છે બ્રહ્મચર્ય વ્રતનો ! તેના અડગ ને નિર્મળ પાલનથી કેવી આત્માની ઉન્નતિ સધાય છે ! તેના પ્રભાવે દેવો નિરન્તર સેવા કરે છે. તેથી સર્વ કામદાયક શિયલનું ત્રિકરણશુદ્ધ પાલન કરો. ૧૪.