________________
પ૭
શિયલ વિશદાર્થ:
શિયલનો પ્રભાવ-મહિમા વચનાતીત છે. વિશ્વનાં સકળ મણિ મંત્ર ને ઔષધિમાં જે બળ જે પ્રભાવ ને જે ચમત્કાર છે તે સર્વ એક બાજુ હોય અને બીજી બાજુ નિર્મળ ત્રિકરણશુદ્ધ બ્રહ્મચર્ય હોય ત્યાં વગર મંત્ર, વગર વિદ્યાએ શિયલથી તેના કરતાંયે અધિક બળ ને પ્રભાવની પ્રતીતિ થાય છે.
શિયળનો મહિમા આર્યાવર્તની સઘળીયે સંસ્કૃતિઓએ ને સઘળાં દર્શનોએ-ધમોએ મુક્તકંઠે ને એકીઅવાજે ગાયો છે, માણ્યો છે. શિયળધારી પુરુષોમાં કોઈ અપૂર્વ દૈવીતત્ત્વનો સંચાર થાય છે. તેને વચનસિદ્ધિ સાંપડે છે. જીવનમાં એકબાજુ ત્રિકરણ શુદ્ધ શિયલ હોય ને બીજી બાજુ ઘણા યે સહજ દોષો હોય તોય તે કેવળ શિયળના જ પ્રભાવે ઐહિક સુખો મળે ને યાવત સિદ્ધિનાં શાશ્વત સુખો પણ મળે તેમાં સંશય નથી.
નારદ ઋષિ જ લો ને ! તેઓના જીવનમાં ખટપટનું તત્ત્વ ક્યાં ઓછું હોય છે. માનમાં પણ કચાશ નહિં. જગતભરમાં ઝગડો કરાવવો હોય, કોઈને પરસ્પર લડાવી મારવા હોય તો એકકા, વ્યવહારમાં એવા ગુણ(!)વાળા માણસને આપણે નારદ' કહીએ છીએ. એવા નારદજી પણ મોક્ષમાં ગયા તો કોના પ્રભાવે ? તો કહેવું પડશે કે બ્રહ્મચર્યવ્રતના જ અચિન્ય પ્રભાવે.
શાસ્ત્રમાં વિજયશેઠ ને વિજયા શેઠાણીનું વૃત્તાન્ત આવે છે. પૂર્વે ચંપા નગરીમાં એક ભક્તિવત્ત શ્રાવકને મુનિદાનની મહત્તા સાંભળીને ભાવ જાગ્યો અને તેણે નિયમ લીધો કે એકી સાથે ૮૪ હજાર મુનિઓને પડિલાભવા-વહોરાવવું. આવો અભિગ્રહ