________________
ધ્રાણેન્દ્રિયનિરોધ
૪૧
છે. તે કારણે તેનું શરીર અત્યંત સુગન્ધી થયું છે. ભવિષ્યમાં તે તારી રાણી થશે ને તારી પીઠ પર સવારી કરશે.' પછી રાજા નગરમાં પાછો ફર્યો. બાળાને બધાએ જોઈ, જ્યાં ખૂબ દુર્ગન્ધ આવતી હતી ત્યાંથી જ કમળ જેવી સુગન્ધ આવવા લાગી.
છે ને કર્મની વિચિત્રતા ! એક ગોવાળે આવી સુન્દર બાળાને જોઈને તે પોતાને ઘેર લઈ ગયો. ઉછેરીને મોટી કરી. શ્રેણિક રાજાએ તે જોઈ ને તેના પર મોહ જાગ્યો. તેની માંગણી કરી, લગ્ન કર્યાં ને રાણી બનાવી. એક વખત રાજા-રાણી બાજી રમતાં હતાં. તેમાં એવી શરત હતી કે જે હારે તેની પીઠ પર જીતનારે સવાર થવું. રાજા હાર્યો ને રાણી સવાર થઈ. તે સમયે રાજાને પ્રભુનાં વચન યાદ આવ્યાં. રાજા હસી પડ્યો. રાણીએ અકારણ હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ બનેલી બધી વાત કરી. રાણીને આ બધું સાંભળીને વૈરાગ્ય આવ્યો. દીક્ષા લીધી ને કલ્યાણ સાધ્યું. જો નાસિકાને પરવશ પડ્યા તો આવી અને તેથી પણ ભયંકર દશા ભોગવવી પડશે. માટે નાસિકાને કાબૂમાં રાખીને શ્રેયઃ સાધવું. ૧૦.