________________
પર.
આત્મબોધ નીતિકારોએ દાનને દુર્લભ નથી કહ્યું પણ પ્રિયવાણી સહિતનું દાન દુર્લભ છે. दानं प्रियवाक्सहितं, ज्ञानमगर्वं क्षमान्वितं शौर्यम् । वित्तं त्यागनियुक्तं, दुर्लभमेतत् चतुष्टयं लोके ॥
દાનનાં પારમાર્થિક કે પારલૌકિક અર્થો કે લાભો તો દૂર રહો પણ ઐહિક લાભોનો અનુભવ ક્યાં દૂર છે ? કહેવત છે ને કે શત્રુઓ પણ શત્રુતાને છોડી મિત્ર બને છે. મોટા મોટા વિરોધો પણ આ જ દાનથી દૂર થાય છે. “હાથ પોલો તો જગત ગોલો.” દાનનાં ક્ષેત્રમાં વિશેષ વિચાર કરીએ તો તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તેના ભેદ-પ્રભેદ ઘણા છે. જ્ઞાનદાન, સુપાત્રદાન, અભયદાન, કીર્તિદાન, અનુકંપાદાન એમ પાંચ પ્રકારનાં દાન છે. સુપાત્રદાનના પ્રભાવો તો આપણને જગજાહેર છે. પત્થર પણ રત્ન બને એવો પ્રભાવ આ સુપાત્રદાનમાં છે. ગુણસારનું દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે.
નાનું એવું ગામ છે, ત્યાં ગુણસાર નામનો વણિક વસે છે. ઘેર સારો પરિવાર છે. જ્ઞાની મુનિરાજના સમાગમમાં આવે છે. ધર્મ પામે છે અને એકાંતરે ઉપવાસ કરવાનો નિયમ લે છે. કોઈ ભાગ્યના અસહકારથી વ્યાપાર ચાલતો નથી. આવક સારી નથી. જેમ તેમ નિર્વાહ ચાલે છે. પોતાની પત્ની તેને આ માટે વારંવાર સૂચના કરતી અને કહેતી, કે મારા પિતાને ઘેર જાવ તો જરૂર આપણું દળદર ફીટી જાય. પણ પોતાના સાસરાને ઘેર વગર આમંત્રણે જવું ગુણસારને શરમભર્યું લાગે છે. પણ વારંવાર થતા પત્નીના આગ્રહને વશ થઈને એક દિવસ પોતાના સાસરાને ઘેર જવાનું નક્કી કર્યું. તે માટે સાથે રસ્તામાં પારણા માટે ભાથા તરીકે