________________
૫૪
આત્મબોધ આજે ઘરથી નીકળ્યા પછી ત્રીજો દિવસ હતો. આટલો બધો સાસરાને ત્યાંથી તિરસ્કાર મળ્યો હોવા છતાં મનમાં જરાયે ગ્લાનિ નથી. કોઈનો યે વાંક કાઢતા નથી. કેવળ પોતાનાં અશુભ કર્મોને જ નિંદે છે. હવે તો ઘેર જ પહોંચવું રહ્યું ખાલી હાથે. મનમાં એક વિચાર આવ્યો કે “જે ભૂમિ ઉપર માસક્ષમણના તપસ્વી મુનિમહારાજને સુપાત્રદાન કર્યું હતું તે પવિત્ર ભૂમિના તે પવિત્ર સુકૃતની યાદી રહેશે ને કાંઈક લાભ પણ થશે. એમ વિચાર કરી જે ઝોળી હતી. તેમાં તે ભૂમિના પાંચીકા ઝોળી ભરીને લઈ લીધા અને પત્નીને આપવા એમ વિચાર કર્યો. આ બાજુ પત્નીના મનમાં ઘણા મનોરથોના મહેલ બની ચૂક્યા હતા. મારા પિતાના ઘરેથી ઘણું ઘણું લાવશે. હવે આપણે વૈતરું નહીં કરવું પડે. આવા આવા તો ઘણાએ આશામહેલો બાંધ્યા હતા તેણે. આ બાજુ ગુણસાર તે પાંચીકાને ઝોળીમાં મૂકીને ઘર ભણી ચાલી નીકળ્યો. ઘર નજીક આવ્યું. સ્ત્રીએ દૂરથી સ્વામીને માથે પોટલી ઉપાડીને આવતા જોયા. તેને તો પોતે કલ્પેલા વિચારને પુષ્ટિ મળતી લાગી. મનમાં હર્ષ માતો ન હતો. હર્ષઘેલી તે બહાર આવી. પતિને આવતા જોયા. હાથમાં થેલી લઈ લીધી. ગુણસારને થતું હતું કે હું શું કહીશ ! તેની પત્નીએ તો બાજુમાંથી ઉછીનું પાછીનું લાવીને સુન્દર સુન્દર રસવંતી રસોઈ બનાવી. ગુણસાર આવ્યો. હાથપગ ધોઈને જમવા બેઠો. પત્નીએ એક પછી એક બધી વાત પૂછવા માંડી. મારા પિતાજીએ શું આપ્યું ? ત્યારે ગુણસારે કહ્યું : બહાર પોટલી મૂકી છે. પછીથી નિરાંતે જોઈશું. ઘણા આગ્રહ બાદ તેની ધીરજ ન રહી. આખરે તે થેલી તેણે જોવા લીધી. તેમાંથી તો ખરેખર રત્ન જ નીકળ્યાં. ત્યાં પત્ની બોલી, કે મેં