________________
આત્મબોધ
આપણા માટે પણ, સમજ્યાને ! તેથી તેનો ત્યાગ કરી જિનવચન સાંભળવા ઉત્કર્ણ થવું.
૪૮
બીજી ઇન્દ્રિયો બંધ કરી શકાય છે પણ શ્રવણેન્દ્રિય એવી છે કે જે સદાને માટે ખુલ્લી જ રહે છે. ગમતા અને ન ગમતા શબ્દો કાનમાં આવ્યા જ કરે છે. સારા શબ્દો સાંભળીને ડોલતા જીવો ભાન ભૂલી જાય છે. અને જીવનને બારબાદ કરી મૂકે છે. વર્તમાનકાળમાં જડ શબ્દોનું આકર્ષણ જીવોને એટલું વધ્યું છે કે જેથી જીવો કર્તવ્ય ચૂકીને આખો દિવસ રેડીઓ-રેકોર્ડ વગાડ્યા કરે છે ને સાંભળ્યા કરે છે. આવા શ્રવણથી મનની વિકૃતિ તો થાય જ છે પણ કાન પણ સુકાન વગરના બની જાય છે. કાનના વિચિત્ર રોગો સતત સંગીતથી જન્મે છે. ઉન્માદના વધતા વ્યાધિઓનું બીજ પણ આ બેકાબૂ શ્રવણેન્દ્રિયમાં રહેલું છે. સંગીતની લાલસાને લીધે જ સુકુમાલિકાએ પોતાના સ્વામીને પરહરીને પાંગળા સાથે પ્રીતિ કરી હતી. તે આ પ્રમાણે :—
ચંપા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને સુકુમાલિકા નામે રાણી હતી. રાજા-રાણી બંને વિષયાસક્ત હતાં. મંત્રીઓ વગેરે રાજાની વાસનાથી ઉભગી ગયા હતા. રાજ્યતંત્રને સ્થિર કરવા માટે રાજા-રાણી બંનેને નશામાં ચકચૂર બનાવીને દૂર દૂર વનમાં મુકાવી દીધાં. નશો ઊતર્યો ત્યારે તે બંનેને થયું કે આપણે ક્યાં છીએ. દિશા સૂઝતી નથી ને વનમાં આગળ વધે છે. રાણીને તરસ લાગી ત્યારે ત્યાં પીવાને પાણી પણ મળતું નથી. છેવટે રાજા પોતાના બાહુમાંથી લોહી કાઢીને પડિયામાં ગંદું પાણી મળ્યું છે કહીને રાણીને પીવરાવે છે. થોડે દૂર ગયા નહિં ત્યા રાણીને ભૂખ લાગી ત્યારે પણ સાથળમાંથી માંસ કાઢી-રાંધીને પક્ષીનું માંસ મળ્યું છે એમ કહીને ખવરાવે છે. એમ ને એમ વન વટાવીને બંને એક