________________
४०
• આત્મબોધ રુચતી નથી. એ સ્થિતિમાં એવા જીવો એવા ઉંધે વિચારે ચડી જાય છે કે તેનું પરિણામ ઘણું ખરાબ તેને ભોગવવું પડે છે. આવી વાત ધનશ્રીને બની.
મગધદેશમાં શાલિગ્રામમાં ધનમિત્રની ધનશ્રી પુત્રી હતી. વિલાસમાં રહેલી તેને જરી પણ દુર્ગન્ધ ગમતી નહિં. તે યૌવનમાં આવી ને તેનાં લગ્ન કરવામાં આવ્યાં. વિવાહ મહોત્સવ ચાલતો હતો, તે પ્રસંગે ત્યાં તપસ્વી મુનિઓ ગોચરી માટે આવ્યા. ધનથી વહોરાવવા લાગી, દાન દેવા માંડી પણ મુનિઓની ગંધ તેને રુચી નહિં. તે જુગુપ્સા કરવા લાગી ને તેને વિચાર આવ્યો કે આ મુનિઓ સ્નાનવિલેપન કરતા હોય તો કેવું સારું ! એથી તેણે દુર્ગન્ધ નામકર્મ બાંધ્યું ને કાળક્રમે મરીને રાજગૃહી નગરીમાં એક વેશ્યાને ત્યાં ઉત્પન્ન થઈ. ગર્ભમાંથી જ તે માતાને ખૂબ પીડા કરવા લાગી. તે ગર્ભનો નાશ કરવાનો વેશ્યાએ ખૂબ પ્રયત્ન કર્યો પણ તે નાશ ન પામ્યો. જેમ કોઈ ગટરનું દ્વાર ઊઘડે ને દુર્ગન્ધ વછૂટે તેમ આ બાલિકાનો જન્મ થયો ને દુર્ગન્ધ – અસહ્ય દુર્ગન્ધ - વછૂટી. વેશ્યાએ રસ્તાની એકબાજુ તેને ફેંકી દીધી ને ચાલી ગઈ. એ અવસરે ત્યાં પરમાત્મા મહાવીરસ્વામીજી સમવસર્યા હતા. પરમાત્માના દર્શને મહારાજા શ્રેણિક પધારતા હતા, ત્યારે તેમના સૈનિકો રસ્તામાં આ છોકરીની દુર્ગન્ધથી નાકે કપડું દાબીને વાતો કરતા ચાલતા હતા. મહારાજા શ્રેણિકે જોયું ને કર્મના પરિણામનો વિચાર કરતા સમોસરણમાં આવ્યા. વન્દન કરીને પ્રભુને આની વાત પૂછી. પ્રભુએ બધુ સમજાવ્યું. રાજાએ પૂછ્યું કે- “હવે આને થશે ?' પ્રભુએ કહ્યું કે- “તેનું તે કર્મ હવે ભોગવાઈ ગયું છે ને હવે મુનિને દાન દીધું હતું - તેથી શુભ કર્મનો તેને ઉદય થયો