________________
આત્મબોધ
પરમાણુ પુંજ સ્વરૂપ પ્રતિમાના ધ્યાનમાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેથી આત્માને અપૂર્વ લાભ થાય છે.
૪૪
રૂપનાં આકર્ષણ એવાં વિરૂવાં છે કે જે સમર્થ આત્માઓને પણ હતા ન હતા કરી નાંખે છે. બિલ્વમંગળની વાત છે. ચિંતામણિ નામની વેશ્યાના રૂપે તેના ઉપર એવું તો કામણ કર્યું હતું કે ન પૂછો વાત. એ વેશ્યાના રૂપને જોયા વગર તેને ચેન પડતું ન હતું. ગમે તેમ થાય પણ દિવસમાં એક વખત તો એ વેશ્યાને નીરખવી જ. બીજું કાંઈ નહિં પણ વેશ્યાને જોવે એટલે બસ. એ જોવાનું દિવસો નહિં વર્ષો સુધી ચાલ્યું. વેશ્યાનો વાસ નગરની બહાર નદીને પેલે પાર હતો. એક સમય ચોમાસાનો સમય હતો. વરસાદ મન મૂકીને વરસતો હતો. નદીમાં પૂર ઉભરાયાં હતાં. દિવસ ચાલ્યો ગયો. રાત પડી પણ વરસાદ શાંત ન પડ્યો. આખું નગર નિરાંતે સૂઈ ગયું. પણ બિલ્વમંગળ ન સૂતો. તેને તો એક જ હતું ક્યારે ચિંતામણિ પાસે પહોંચું ને તેને જોઉં ! બિહામણી રાતે પણ તે ચાલ્યો. નદીપૂરમાં પડ્યો ને તરીને પેલે પાર પહોંચ્યો. વેશ્યાને ઘેર આવ્યો. બધાં બારણા બંધ હતાં. એક બારી ઉઘાડી હતી પણ તે માળ ઉપર હતી. ચડીને તેમાંથી અંદ૨ જવાનો વિચાર કર્યો. ત્યાં તો દોરડા જેવું કાંઈક લટકતું જોયું ને તેને પકડીને તે ઉપર ચડી ગયો ને બારી વાટે મકાનમાં ગયો. સૂતેલી વેશ્યાને જગાડીને જોઈ. વેશ્યાએ પૂછ્યું કે- “તમે કેવી રીતે આવ્યા ?” ત્યારે હસીને તેણે જવાબ આપ્યો કે- “લુચ્ચી ! તે દોરડું તો લટકાવી રાખ્યું હતું ને વળી પાછું પૂછે છે કે કેવી રીતે આવ્યા !' વેશ્યાએ કહ્યું કે- “મેં તો કાંઈ દોરડું લટકાવ્યું નથી.” દીવો લઈને બારીમાંથી જોયું તો ભયંકર કાળો નાગ લટકતો હતો. ઠંડીથી એ પણ ઠરી ગયો