________________
ચક્ષુરિન્દ્રિયનિરોધ
૪૫ હતો. બિલ્વમંગળને વેશ્યાએ કહ્યું કે- “તમને મારા રૂપની જેવી ઘેલછા લાગી છે, તેવી પરમાત્મામાં લાગે તો શું ન થાય !” બસ તેનો જીવનરાહ બદલાઈ ગયો. રૂપ તરફ ખેચનારી આંખોમાં તેણે અંગારા ચાંપી દીધા. તે સુરદાસ બન્યો ને પરમાત્મામાં કૂપ બની ગયો. કહેવાય છે કે યમુનાને તીરે શ્રીકૃષ્ણ તેને દર્શન દીધાં હતાં તેને નેત્રો મળ્યાં હતાં પણ પ્રભુને જોયા પછી ફરીથી પણ તેણે નયનોને અંધ બનાવી દીધાં હતાં. તેને થયું કે જે આંખે ભગવાનને જોયા તે આંખે હવે બીજું જોવાનું શું ! ભલે આ વાત ઈતરોની રહી પણ તેમાં આંખની અવળચંડાઈ આબેહૂબ ઊપસી આવે છે. જો તેને વશ રાખી હોય તો તે અદ્ભુત દર્શન કરાવે છે. માટે નયનને વશ ન થતાં નયનને વશ રાખવી એ શ્રેયસ્કર છે. ૧૧.