________________
૩૮
આત્મબોધ
વિશદાર્થ:
ધ્રાણેન્દ્રિયનિરોધ–નાસિકાને યોગ્ય પ્રિય વિષય તે સુગન્ધ, નાસિકાને સુગન્ધ ગમે, દુર્ગન્ધ તેને અપ્રિય છે. આ વિષયની હેયતા સમજાવવા માટે શાસ્ત્રમાં તથા અન્ય પ્રસંગે પ્રસંગે ભ્રમરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીંયાં મૂળમાં કતએ પણ ભ્રમરનું દૃષ્ટાંત આપ્યું છે, તે આ પ્રમાણે–
સમસ્ત જગતને પોતાનાં ઉગ્ર કિરણોથી પૂરેપૂરા તપાવી પોતાની બાજી સંકેલતો સૂર્ય અસ્તાબ્ધિમાં જઈ રહ્યો હતો, પોતાના સ્વામીએ જગત ઉપર શી શી કારીગરી કરી ? વિશ્વને કેવું પ્રકાશદાન કર્યું છે ? તે નિરખવા સભ્યારાણી પણ આવતી હતી, સરોવરનાં પાણી શાંત અને સ્વચ્છ હતાં, બપોર ક્યારના યે વીતી ચૂક્યા હતા. કમળ પણ સવારનું ખીલી ખીલીને થાકી ગયું ન હોય તેમ સંકોચાવાની તૈયારી કરતું હતું, તે વખતે આ બાજુ ભ્રમરે પોતાની ઈષ્ટ ગંધની પ્રાપ્તિ અર્થે સવારે-પ્રભાતથી જ ભ્રમણ શરૂ કર્યું હતું. સર્વ પ્રથમ તે તો ગયો ચંદનના વનમાં, ત્યાં બાવના ચંદનનાં વૃક્ષો હતાં ચારે બાજુ સુગન્ધથી વાતાવરણ મહેકતું હતું. સુગન્ધના લોભે તે વૃક્ષો ઉપર બેઠો, પણ મનમાની સુગન્ધ ત્યાં પ્રાપ્ત ન થઈ, ત્યાંથી તે ઊપડ્યો, નવમલ્લિકાના ઉપવનમાં. ત્યાં પણ તેનું મન માન્યું નહિં. ત્યાંથી તે ચંપાના વનમાં ગયો. તીવ્રતાના કારણે તે ગબ્ધ રુચી નહિં. ત્યાંથી ફરતો ફરતો સાંજ પડવાની તૈયારી હતી ત્યારે તે કમળવનમાં આવ્યો અને થાકી ગએલો તે ભ્રમર કમળમાં પડ્યો. થોડીવાર થઈ ન થઈ ત્યાં તો અંદર પૂરો શ્વાસ લે છે ત્યાં તો જેને માટે સવારથી ભ્રમણ શરૂ કર્યું હતું તે સુગન્ધને લેવા તૈયાર થાય છે. કમળના પરિમલને સુંઘતો સુંઘતો તે ત્યાં સ્થિર થઈ