________________
૩૬
આત્મબોધ
આપની નિદ્રામાં ખલેલ પહોંચાડી. આપ મારા અપરાધની ક્ષમા આપો.” આવા પ્રકારનો શિષ્યનો ઉચ્ચ વિનીતભાવ જોઈને આચાર્યશ્રી પોતાના આત્માને નિંદવા લાગ્યા, “રસનેન્દ્રિયથી જિતાયેલા મારા આત્માને ધિક્કાર થાઓ ! આ પંથક દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારની નિદ્રામાં ઘોરતા એવા મને જગાડ્યો છે, ધન્ય છે આને !” એ પ્રમાણે આત્મગહણા કરીને, ઘણો કાળ આ પૃથ્વી પર વિચરી પ્રાન્ત એક માસનું અનશન કરી પાંચસો મુનિવરો સાથે શ્રી સિદ્ધગિરિ ઉપર મોક્ષપદવીને વર્યા.
આ રસનાના વિપાક બહુ ભૂંડા છે, માટે જિલ્લા ઉપર કાબૂ રાખો. તે વાતને જીવનમાં શક્ય બનાવવી હોય તો તપના આશ્રયથી, આયંબિલથી રસના કાબૂમાં આવે છે. ૯.