________________
૨ ૫
લોભત્યાગ તે વસ્તુ માંગી લે. રાજાનું આવા પ્રકારનું વચન સાંભળીને પોતે એવી તો કોઈ અગોચર સૃષ્ટિમાં સરી પડ્યો કે મારે બે માસા સુવર્ણ આવશે તેનાથી મારી પત્નીની પ્રસૂતિ સુખપૂર્વક થશે. પછીથી નવજાત શિશુને માટે જોઈશે. એટલે ૨૫ માસા તો જોઈએ. રાજા જેવો રાજા આપવા તૈયાર થયો છે તો આ પ્રસંગે મારા માટીના ઘરને પણ ઠીક ઠીક કરી લઉં એટલે ૫૦ માસા તો જોઈએ. જો ઘર સારું કરાવીએ તો તેના પ્રમાણમાં સ્વરાં વાસણો બે-પાંચ જોઈએ. મારે પત્નીને બે-ત્રણ જોડ સારાં વસ્ત્રો પણ જોઈએ, અને કોઈ અતિથિ અભ્યાગત આવે તો તેની સારી સરભરા થઈ શકે તેટલા માટે ૧૦૦ માસા તો જોઈએ. આવી સારી સ્થિતિ થયા પછી તો કોઈ સારા લત્તામાં સુંદર ઘર લઈએ તો તેના પ્રમાણમાં વાહન આદિ જોઈએ એટલે ૫00 માસા તો સુવર્ણ જોઈએ, તેના પ્રમાણમાં (દાસ-દાસી હોય તેઓની આજીવિકા માટે પણ જોઈએ) હું સંસ્કૃતનો સુંદર વિદ્વાન છું. પછી તો રાજયસભામાં મારું માન પણ ખૂબ થશે. એટલે હું રાજ્યને માન્ય થઈશ, પ્રતિદિન રાજયસભામાં જવાનું થશે તે વખતે પગે ચાલીને જવું ઠીક ન લાગે. માટે મેના કે પાલખીમાં જવું ઉચિત દેખાય, તે પ્રમાણમાં ૧000 માસા હોય તો જ થઈ શકે. આમ એક પછી એક આશાના ધારાખંડ વટાવતો-વટાવતો તે અપાર આશાના મિનારાને આંગળો-પાંગળો માનવ બે ફુટ કૂદકો મારી આભના ચંદ્રને પકડવા ઇચ્છે છે તેમ-પછી તો મારો પુત્ર થશે, તેનાં લગ્નાદિ પણ મારા મોભા અનુસાર કરવાં પડે માટે મારે ઓછામાં ઓછું પ000 માસા તો સુવર્ણ તો જોઈએ જ, ત્યારપછી તેના પરિવાર માટે એક સુંદર ઘર રૂપે જુદું તંત્ર જોઈએ તેથી ૧0000 માસા તો જોઈએ, એમ કરતાં લાખ-દશ લાખ ને ક્રોડ સુધી પહોંચી જવાયું, પણ મન શાંત ન રહ્યું. પછી