________________
૨૪
આત્મબોધ
લોભ અને તેની દાસી આશા તે સર્વનો સર્વથા ત્યાગ કરી - કપિલ કેવળી બન્યા હતા ને ! તેઓ એક બ્રાહ્મણના પુત્ર હતા. અત્યંત ગરીબાઈ હતી. તેઓને ઘેર પુત્રને ભણાવવા જેટલી પણ સગવડ ન હતી. તે સમયે માધુકરી કરીને વિદ્યાર્થીઓ વિદ્યોપાર્જન કરતા. બીજા ગામમાં પોતાના પિતાના મિત્રની ઓળખાણથી એક સારા ગૃહસ્થને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રહ્યા. વિદ્યા મેળવતા. શેઠનું કામ પણ કરતા. યોગ્ય વયે એક સ્ત્રી સાથે તેઓનાં લગ્ન થયાં. તે સ્ત્રી દાસીપુત્રી હતી. પછી તે થોડા કાળ પછી સગર્ભા થઈ. પ્રસૂતિનો સમય નજીક આવ્યો એટલે તે સ્ત્રી તેની ચિંતાથી રુદન કરવા લાગી. કપિલ આવ્યા. તેણીએ બધી વાત કરી. હવે શું કરવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે સ્ત્રીએ કહ્યું કે આપણા રાજા સવારમાં વહેલી પ્રભાતે સર્વ પ્રથમ જે કોઈ તેને દ્વારે જઈને આશીર્વાદ આપે છે, તેને બે માસા સુવર્ણ આપે છે, માટે તમે કાલે સવારે સર્વ પ્રથમ રાજાને ત્યાં જજો એટલે બે માસા સુવર્ણ આવશે, તેનાથી મારી પ્રસૂતિ સુખરૂપ થઈ જશે. તો આવતી કાલે ચીવટ રાખીને જરૂર જઈ આવજો. આ કાર્ય પત્ની માટેનું હતું. તેથી કપિલ ખૂબ વહેલી સવારે રાજાના મહેલ આગળ પહોંચી ગયો. સમય ઘણો વહેલો હતો તેથી રાજાના પહેરગીરોએ ચોર સમજી કપિલને પકડ્યો. સવારે રાજા સિંહાસન પર વિરાજયા ત્યારે બીજા કોઈ ગુન્હેગારો ન હતા. એટલે સિપાઈઓએ કપિલ ચોરને હાજર કર્યો. કપિલ હૃદયનો સાવ સરલ હતો. તેનું અંતર નિષ્પાપ હતું. એટલે જે વાત જેવી હતી તે સર્વ વાત યથાર્થ કહી દીધી. તેની પરિસ્થિતિ જાણ્યા પછી રાજાને મનમાં થયું કે આ વ્યક્તિ તદ્દન સરલ છે, એટલે તેને કહ્યું કે તારે ઈચ્છા હોય