________________
રસનેન્દ્રિયનિરોધ
૩૩ આહારમાં શું ખાવું અને શું ન ખાવું ? કેટલું ખાવું ? ક્યારે ખાવું ? કેમ ખાવું ? વગેરે વિચારો જીવ કર્યા કરે છે. એની આહારમીમાંસા કોઈ અનેરી હોય છે. તેને આરોગ્યના કે શાસ્ત્રના નિયમો રુચતા નથી. કારણ કે તેની સામે ભૂખ નથી પણ કેવળ શોખ છે. રસનેન્દ્રિયને અનુકૂળ ભોગો ભોગવવાથી શું મળે છે ? થોડો વિચાર કરજો. આહાર કેમ કરવો? આહાર આરોગતા જીવને કયા ભાવો આવવા જોઈએ ? કહ્યું છે કે :
“પન્ના રૂવાગ્યવહાર પુત્રપત્રવત્ત” (પ્રશમરતિ) આ ભાવના આવે તો અણાહારી પદ દૂર નથી કેમ ખરું ને ? શાસ્ત્રમાં રસલોલુપી મંગુસૂરિજીનું દૃષ્ટાંત આવે છે, તે ખૂબ પ્રેરક છે. રસલાલસાનાં ફળ કેવાં કટુ આવે છે તેનો આબેહૂબ ચિતાર તેમાં છે.
મથુરા નામની નગરી હતી, તેમાં મંગુસૂરિજી નામના એક આચાર્ય મહારાજ ત્યાં સ્થિરવાસે રહ્યા હતા. તેઓને પાંચસો શિષ્યોનો સુંદર પરિવાર હતો, પોતે બહુશ્રુત હતા, નગરમાં તેઓનો રાગીવર્ગ પણ સારો હતો. તે વર્ગ તેઓને યુગપ્રધાન તરીકે માનતો હતો અને ગૌચરી વગેરેની ભક્તિ પણ ખૂબ આદરપૂર્વક કરતો હતો. પ્રતિદિન મળતા સ્નિગ્ધ અને મધુર આહારથી સૂરિજીની રસના રસલોલુપ બની અને તેવા વૃત-પ્રચુર આહારને નિત્ય આરોગવાથી ક્રિયામાં પ્રમાદ સેવવા લાગ્યા. વિહાર નહિ હોવાથી સ્થિરવાસ રહ્યા. રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં ગળાબૂડ બૂડી ગયા અને તેવી ને તેવી સ્થિતિમાં કાળધર્મ પામી તે જ નગરની ખાળમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયા. કેવો છે કર્મનો વિપાક ? સમર્થ આચાર્ય જેવા આચાર્ય, પાંચસો-પાંચસો તો જેના શિષ્યો હતા, તેવાને પણ રસલાલસાએ