________________
૩૨
વિશદાર્થ :
-
આત્મબોધ
કોઈ પણ જીવ જન્મ ધારણ કરે ત્યારથી માંડી પ્રત્યેક સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, આમ તો ખા... ખા... ખા...(ચોર્યાશીમાં જા...જા) જ કરે છે. આહારના ત્રણ પ્રકાર= ૧. લોમાહાર, ૨. ઓજાહાર અને ૩. કવલાહાર. આ ત્રણ આહારમાંથી સામાન્ય રીતે પ્રાણી ગર્ભમાં હોય તે વખતે જે આહાર કરે તે ઓજાહાર, ચાલુ રીતે સર્વ સમયે ગ્રહણ કરે તે લોમાહાર, અને અન્નાદિને ગ્રહણ કરે તે કવલાહાર, ર્જે આપણે સૌ આહારમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ લઈએ છીએ. તે આહારનું જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય છે તે રસના (જિલ્લા) દ્વારા આહાર ઉદરમાં જાય છે. ઉદર એ મુખ્ય કેન્દ્ર સ્થળ છે. ત્યાંથી શરીરના અન્ય વિભાગોમાં શક્તિનો સંચાર થાય છે, તેથી શરીરમાં હલન-ચલનની શક્તિ રહે છે. અને ખરેખર, આહાર તે પ્રાણને ધારણ કરવા માટે અને શરીરની રક્ષા માટે અનિવાર્ય છે. એને થોડા આધ્યાત્મિક શબ્દોમાં કહીએ તો તે સાધન પાસેથી યોગ્ય કામ લેવા માટે ભાડારૂપે આહારની જરૂર છે. એ વાત સર્વને માન્ય છે. પણ એ શરીરમાં શક્તિસંચાર કરનાર આહાર દલાલ જેવી જિલ્લાની પસંદગીની અનુસારે લેવો જોઈએ કે ઉદરની જરૂરિયાત અનુસાર તે વિચાર કરવો.
સામાન્ય રીતે કહેવાય કે “જેણે સ્વાદ જીત્યો તેણે બધું જીત્યું" રોગનું મૂળ સ્વાદમાં મળી આવશે, અને આરોગ્યનું સૌથી અગત્યનું સ્થાન સ્વાદનો વિજય સાબિત થશે. જે માણસ પેટને નજર સામે રાખીને ખાતો નથી ને કેવળ જીભની લોલુપતાને જ લક્ષ્ય રાખીને આહાર કરે છે તે રોગનો ભોગ બન્યા વગંર રહેતો નથી. જીભને કેન્દ્રમાં રાખીને નક્કી કરાતા