________________
so
આત્મબોધ એમણે તો એ સ્પર્શ વગેરે સુખોને ફેંકી દીધાં ને પાછા ચડી ગયા. છેવટે ભવનો અંત કરીને મોક્ષ મેળવ્યું. પણ બીજા તો મરે જ. ' અરે પેલો હાથી કેવળ સ્પર્શસુખની કલ્પનામાત્રથી કેવા પ્રકારના બંધનનો ભોગ થાય છે ? આ વાત કોઈવાર હાથી પકડતાં જોયું હોય; વાંચ્યું હોય કે સાંભળ્યું હોય તો ખ્યાલ આવે. એટલે કે ખૂબ ટૂંકાણમાં કહીએ તો ઇન્દ્રિયોની પુષ્ટિ એ જ જ્યાં ધ્યેય બની ચૂક્યું ત્યાં “બારે વ્હાણ બૂડ્યાં” સમજો. એટલે જીવનને સફળ, આદર્શ અને ઉજ્જવળ બનાવવું હોય તો ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. તેને ફટવવામાં સુખ નથી. તેના દમનમાં સુખ છે. સ્પર્શના સુખમાં ન ફસાવે તો તમે સ્પર્શમણિપારસમણિ બની જશો માટે સ્પર્શનેન્દ્રિયને કાબૂમાં રાખો. ૮.