________________
૨૯
સ્પર્શનેન્દ્રિયનિરોધ પડશે ત્યારે આપણને પ્રતીતિ થશે કે સુંવાળી શય્યાના શયનથી સુખ પ્રાપ્ત થતું નથી. | મેઘકુમારને સંયમ વિરુદ્ધ વિચાર કરાવનાર આ સ્પર્શનેન્દ્રિય જ હતી. મહારાજા શ્રેણિક અને ધારિણીના પુત્ર મેઘકુમાર આઠ આઠ રમણી સાથે સુખભોગ ભોગવતા હતા. પરમાત્મા મહાવીર સ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય જાગ્યો. માતાને સમજાવીને અનુમતિ મેળવી, અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક સંયમ લીધું. સ્થવિરો પાસે વસતિમાં અનુક્રમે બારણા પાસે સંથારો કરવાનું આવ્યું. બારણમાંથી જતા-આવતા મુનિઓના પગની ધૂળ બધી તેમના સંથારામાં ભરાણી. આખી રાત ઊંઘ ન આવી. જીવ વિચારે ચડી ગયો. ગઈ રાત કેવી હતી અને આજની રાત કેવી છે. ક્યાં એ પુષ્પ બિછાવેલી સુખશયા અને ક્યાં આ ધૂળમાં આળોટવાનું ! આમ જીવન કેમ જશે ! પ્રભુને પૂછીને પાછો ઘરે જઉં. એ પ્રમાણે વિચાર કર્યો ને સવારે જયાં સમોસરણમાં આવ્યા ત્યારે પ્રભુએ મિષ્ટ વચને બોલાવ્યા અને પૂર્વભવો સંભળાવીને સંયમમાં સ્થિર કર્યા. મિથ્યા સુખોની વાસનાએ પોતે ઉન્માર્ગે ચડી ગયા એ સમજાયું અને પ્રભુ પાસે પ્રતિજ્ઞા લીધી કે જીવું ત્યાં સુધી આંખ સિવાય ગમે તેમ થાય તો પણ શરીરને દવા કરાવીશ નહિં. નિર્મળ સંયમ પાળીને અનુત્તર સ્વર્ગમાં વિજય વિમાનમાં દેવ થયા ને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ મેળવશે.
આદ્રકુમાર જો શ્રીમતી અને પુત્રના પ્રણયમાં ન પડ્યા હતા તો તેમના જીવનમાં કોઈ જુદા જ રંગ પુરાયા હોત. ક્યાં પિતાએ મૂકેલા ૫૦૦-૫૦૦ રક્ષકો વચ્ચેથી અનાર્ય દેશમાંથી નાસી છૂટતા આદ્રકુમાર ને ક્યાં સંયમને અભરાઈએ ચડાવીને શધ્યામાં સૂતેલા આકુમાર ! પણ એ તો સમર્થ આત્મા એટલે